રાજમાર્ગો પર મંદગતિએ ચાલતી ઢોર પકડ કામગીરી

107

સવારથી રાત સુધી બે શિફટમાં કામગીરી પણ રોજ માત્ર પકડાય છે ૧૮ થી ૨૦ ઢોર

 લોકસભાની ચુંટણીની આચારસંહિતાના કારણે મહાપાલિકાની મોટાભાગની શાખાઓમાં જાણે આરામસંહિતા લાગી ગઈ હોય તેવું દેખાય રહ્યું છે. છેલ્લા એકાદ માસથી રાજામાર્ગો રખડતા ભટકતા ઢોર પકડવાની કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે. એક ટીમ દ્વારા સવારથી બપોર સુધી અને બપોરથી સાંજ સુધી એમ બે શીફટમાં કામગીરી કરવામાં આવે છે તેમ છતાં દૈનિક માત્ર ૧૮ થી ૨૦ ઢોર જ પકડવામાં આવે છે. મહાપાલિકાના ઢોર ડબ્બે પણ હાલ માત્ર ૯૫૦ જેટલા જ ઢોર છે.

ઢોર પકડ પાર્ટી દ્વારા કોર્પોરેશનના કોલ સેન્ટરમાં ફરિયાદ મળે અથવા કોઈ વ્યકિત રૂબરૂ ફરિયાદ કરે તો જ રાજમાર્ગો પરથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે. હાલ એક ટીમ દ્વારા વહેલી સવારે ૬ થી લઈ બપોરે ૨ વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરે ૨ વાગ્યાથી લઈ રાતના ૧૦ વાગ્યા સુધી એમ બે શીફટમાં કામગીરી કરવામાં આવે છે પરંતુ દૈનિક માત્ર ૧૮ થી ૨૦ ઢોર જ પકડવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. મુખ્યમાર્ગો કરતા ઢોરના ત્રાસની વધુ ફરિયાદો ઉઠી રહી છે.

Loading...