Abtak Media Google News

રાજકોટમાં ઠેર ઠેર સત્નયનારાયણની કથા, શ્રીનાથજીની ઝાંખી, રાસ ગરબા સહિતના કાર્યક્રમો

ગણેશ મહોત્સવને આજે પાંચમો દિવસ છે. ત્યારે ઠેર ઠેર પંડાલોમાં ભાવિક ભકતોની ભીડ જોવા મળે છે. તેમજ શહેરભરમાં દરરોજ સવારે અને સાંજે મહાઆરતી તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમ સત્યનારાયણ ભગવાનની કથા શ્રીનાથજીની ઝાંખી, ધૂન ભજન રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમજ અનેક ભાવિકો આજે પાંચમાં દિવસે ગણેશ વિસર્જન કરાશે.

સાર્વજનીક ગણપતિ મહોત્સવ

રૈયારોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ સામે સાર્વજનીક ગણપતિ મહોત્સવમાં તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણી આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. તા.૨૩ સુધી ચાલનારા આ ગણપતિ ઉત્સવમાં દરરોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં બાળકો માટે ચિત્ર રંગ પૂર્ણ હરીફાઈ યોજાઈ હતી. જેમાં ૧૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. ૧ થી ૬ બાળકોને વિશેષ પુરસ્કાર તેમજ ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા હતા. તથા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આરતીમાં પધારતા ભકતજનોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો. મુખ્યમંત્રી સાથે નીતીનભાઈ ભારદ્વાજ, રાજુભાઈ ધ્રુવ, મોહનભાઈ કુંડારીયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા વગેરે જોડાયા હતા. ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યા બાદ તેમના હસ્તે ગણપતિ દાદાનીમહાઆરતી ઉતારવામાં આવી હતી. રાજુભાઈ જુંજાની આગેવાની હેઠળ આયોજીત આ કાર્યક્રમને સફળ બનાવવા પરેશભાઈ કુકડીયા, જલદીપ ટાંક સહિતના વગેરે જહેમત ઉઠાવી રહ્યા છહે.

સંજયભાઈ શેઠ

સનસીટી સામે, ગાયત્રી બંગલો ખાતે રહેતા સંજયભાઈ શેઠના ઘરે ગણપતિ સ્થાપન કરાયું છે. જેમાં સંજયભાઈ શેઠ, રાજેન્દ્રભાઈ જાની, રાવતભાઈ, સુનિલભાઈ મિલનભાઈ, રમણીકગીરી, પંડયાભાઈ નિલેશભાઈ રેનીશભાઈ ઉપરાંત આસપાસના સ્વજનો સાથે મળીને છેલ્લા પાંચ વર્ષથી ભકિતભાવપૂર્વક ગણપતિ આરાધના કરે છે. પૂર્વના દિવસો દરમ્યાન સહુ કોઈને દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

ગાયત્રીનગર કા રાજા

ગાયત્રીનગરમાં દુંદાળા દેવ ગણપતિજીની રોજ સવારે અને સાંજે મહાઆરતી, બપોરે રાજભોગ તથા અન્નકોટ, ધરાવવામાં આવે છે. તેમજ દરરોજ રાત્રે રાસગરબા, ધૂન, કથા, યમુનાષ્ટકપાઠ વગેરે જેવા પ્રોગ્રામ રાખવામાં આવે છે. આ મહોત્સવ સફળ બનાવવા માટે પ્રફુલાબેન, નિશાબેન, ભાવનાબેન, સોનલબેન, બિન્ટુબેન, નયનાબેન તથા ગીતાબેન તેમજ સમસ્ત લતાવાસીઓએ જહેમત ઉઠાવી છે.

મધુરમ કલબ

મધુવન કલબ આયોજીત ગણપતિ મહોત્સવ રાજકોટ કા રાજા લોક દરબારમાં ગઈકાલે રાત્રે માનવતા મહેમાનો આવેલા જેમાં શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્ર ઠાકુર અશ્વીનભાઈ ભોરાણીયા, વોર્ડ નં.૧૦ પ્રમુખ રજની ગોલ, દંડક તેમજ વોર્ડ નં.૭ના કોર્પોરેટર અજયભાઈ પરમાર, મીનાબેન પારેખ, વોર્ડ નં.૭ વોર્ડ નં.૧૦ વોર્ડ નં.૨ના તમામ સંગઠનોના પ્રમુખ મહામંત્રીઓ એડવોકેટ કિરીટભાઈ ગોહેલ શાષક પક્ષ નેતા તેમજ વોર્ડ નં.૬ના કોર્પોરેટર દલસુખભાઈ જાગણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો.

તેમજ ગઈકાલે રાત્રે રાજકોટ કા રાજાના ભવ્ય પ્રાંગણમાં ફકત બહેનો માટે પારંપારીક દાંડીયા રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિજેતા થયેલા બહેનોને ૧,૨, ૩,૪ અને ૫ એમ ઈનામો જાહેર કરવામાં આવ્યા હતા રાજકોટની જનતાએ ડીજેના તાલે મનમૂકીને પારંપારીક રાસ ગરબાને માણ્યા હતા તેમજ રાજકોટ કા રાજા લોક દરબારમાં આજે રાત્રે હાસ્યના હલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

મધુવન કલબ દ્વારા આયોજીત આ ગણપતિ મહોત્સવ રાજકોટ કા રાજામાં આરતી પ્રસાદ લેવા લોકોને અનુરોધ કરાયો છે. મહોત્સવને સફળ બનાવવા માટે પ્રમુખ આશિષભાઈ વાગડીયા, રાજભા ઝાલા, રાજુભાઈ કીકાણી, મહેશભાઈ જરીયા, સની જરીયા તેમજ સર્વે કમીટી મેમ્બરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ભુદેવ સેવા સમિતિ

ભુદેવ સેવા સમિતિ દ્વારા યાજ્ઞીક રોડ ખાતે રાજકોટ કા મહારાજા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભુદેવ સેવા સમિતિની ટીમ અને બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા વિજયભાઈના આગમનને હાર તોરા દ્વારા ઉત્સાહભેર વધાવી લેવામાં આવ્યું હતુ વિજયભાઈના આગમનની સાથે જ પંડાલમાં હર હર મહાદેવના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ વિઘ્નહર્તા ગજાનનની ભાવપૂર્ણ આરતી કરી હતી.

ભુદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે લોકભાગીદારીથી થતા આ ધર્મોત્સવમાં ભકતજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને દુંદાળાદેવના મન ભરીને દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી સાથે તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી, નીતીનભાઈ ભારદ્વાજ, કલેકટર રાંહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, મોહનભાઈ કુંડારીયા, લાખાભાઈ સાગઠીયા, લીનાબેન શુકલ, કાશ્મીરાબેન નથવાણી, ધનસુખભાઈ ભંડેરી સહિતના અગ્રગણ્ય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ જર્નાદનભાઈ આચાર્ય જે.પી. ત્રિવેદી, સુરેશભાઈ મહેતા, કમલેશ ભાઈ જોષી, અશોકભાઈ દવે, સહિત અન્ય બ્રહ્મસમાજના અગ્રણીઓએ પણ વિજયભાઈ રૂપાણીના સ્વાગતથી માંડી આરતી સુધીના કાર્યક્રમોમાં ઉત્સાહ વર્ધક હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.