Abtak Media Google News

પુજાવિધિ-ભજન-પ્રસાદ સહિતના કાર્યક્રમો

કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ અને જીવરાજાની ટીવીએસના શો રૂમની મધ્યમાં આવેલી શેરીમાં આવેલ સિધ્ધિ વિનાયક ગણપતિજીનું મંદિર દર્શન માટે ખૂલ્લુ મૂકવામાં આવેલ છે. આગામી તા.૨ સપ્ટે. સોમવારના ગણેશ ચતુર્થીના દિવસે રાત્રે ૯ થી ૧૧ સુધી ગણપતિજીના ચરણ સ્પર્શ કરવા માટે નીજ મંદિર દર્શનાર્થીઓ માટે ખૂલ્લુ રહેશે. વિદ્વાન શાસ્ત્રીજી કમલેશભાઈ પંડયાના માર્ગદર્શન હેઠળ તે દિવસે પૂજા વિધિ, ગણેશ ભગવાનના ભજન અને પ્રસાદના સથવારે કાર્યક્રમ રાખેલ છે. કાર્યક્રમની વ્યવસ્થા ભરતભાઈ પરમાર મો. ૯૮૨૪૫૬૩૯૩૪ સંભાળી રહ્યા છે. મેનેજીંગ ટ્રસ્ટી કિરીટભાઈ કુંડલીયાના જણાવ્યા મુજબ માત્ર ગણેશ ચતુર્થીના દિવસે રાત્રે માત્ર બે કલાક માટે જ બાપાના ચરણ સ્પર્શ કરવાની છૂટ આપવામાં આવશે. મંદિર ખૂલ્લુ મૂકાયું તે દિવસથી દરરોજ અને ખાસ કરીને દર મંગળવારે તથા રવિવારે બાપાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે. આ શુભ દિવસે રાત્રીનાં ભાવનગરના સુવિખ્યાત પ્રભુભજન ગ્રુપના રામભાઈ નિમાવતની આગેવાની હેઠળ ગણપતિ વંદનાનો ભકિતરસ કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. દર્શનાર્થીઓને લાભ લેવા માટે કિરીટભાઈ કુંડલીયાએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.