Abtak Media Google News

આઝાદીની લડત વખતે ૧૯૨૨માં ગાંધીજીને આ ગાંધી યાર્ડમાં રખાયા હત

આઝાદીની લડત વખતે ૧૧ – ૨૦ માર્ચ ૧૯૨૨ દરમિયાન મહાત્મા ગાંધીને અમદાવાદ સ્થિત ઐતિહાસિક સાબરમતી જેલ (અમદાવાદ મધ્યસ્થ જેલ)નાં ગાંધી યાર્ડમાં રખાયા હતા. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે અહિ ‘ગાંધી તક્તીની સ્થાપના કરાઈ છે. ૩ડ્ઢ૩ ફૂટની કાળા ગ્રેનાઈટની કલાત્મક તક્તીમાં ગાંધીજીનાં રેખાચિત્ર, હસ્તાક્ષર અને ઈતિહાસનું આલેખન કરાયું છે.

ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટના અધિક પોલીસ મહાનિર્દેશક ડો. કે. એલ. એન. રાવ (આઈપીએસ), નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. એસ. કે. ગઢવી (આઈપીએસ), અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક ડો. એમ. કે. નાયક (આઈપીએસ), રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગ ડાભી, સિનિયર જેલર ડી. ડી. પ્રજાપતિની ઉપસ્થિતિ રહી હતી. જેલના બંદીવાન-ભાઈઓની મોટી સંખ્યામાં હાજરી રહી.

7537D2F3 13

ગુજરાતની ૨૮ જેલનાં કુલ ૧૪૦૦૦ બંદીવાન ભાઈઓ-બહેનોને પોલીસ મહાનિર્દેશક ડો. કે. એલ. એન. રાવ સ્વચ્છતા માટે પ્રેરણા આપી હતી. જેલ પ્રશાસનનો લાગણીભર્યો સહયોગ રહ્યો હતો.

તકતીની પરિકલ્પના પિનાકી મેઘાણીની છે. ફ્રેમિંગ-ફિટીંગ મિસ્ત્રી વાલજીભાઈ પિત્રોડા  વિશ્વકર્મા ફર્નીચર (રાજકોટ) તથા તક્તીનું નિર્માણ-કાર્ય ધર્મેન્દ્ર શર્મા  ગીતા મૂર્તિ ભંડાર (અમદાવાદ) દ્વારા થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.