સીતારામનગર અને ભવાનીનગર વિસ્તારમાં જુગારના દરોડા

રૂ.૪૮ હજારની રોકડ સાથે બે મહિલા સહિત ૧૪ પતાપ્રેમી ઝડપાયા

શહેરનાં થોરાળા વિસ્તારમાં આવેલા સીતારામનગરમાં અને ભવાનીનગરમાં પોલીસે મકાનમાં જુગારના દરોડા પાડી જુગાર રમતી બે મહિલા સહિત ૧૪ પતાપ્રેમીને રૂ.૪૮ હજારની રોકડ સાથે ઝડપી લીધા છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાજમોતી ઓઈલ મીલપાસે આવેલા સીતારામનગર શેરી નં. ૧માં રહેતા ઉષાબેન ભાવેશભાઈ બારૈયા નામની મહિલા તેના મકાનમાં જુગાર રમાડતી હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળતા તેણીના મકાનમાં દરોડો પાડી જુગટુ રમતા ઉષાબેન સહિત રંજનબેન દિનેશભાઈ, પ્રશાંત રતીલાલ ભડેજા, સોહીલખાન મન્સુરખાન મહરેવાણી અજય ભાણાભાઈ શિયાળ અને ગોપાલ રાણાભાઈ ચૌહાણ નામના પતાપ્રેમીને ઝડપી ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ. વી.જે.જ ડેજા, એ.એસ.આઈ. જયેશભાઈ નિમાવત, રાજદિપસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, અને કોન્સ્ટેબલ અમીનભાઈ ભલૂર સહિતના સ્ટાફે જૂગારના પટમાંથી રૂા.૨૪૧૦૦ની રોકડ કબ્જે કરી છે. જયારે બીજો જુગારનો દરોડો રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગર શેરી નં. ૧માં રહેતા હિતેષ મનજીભાઈ મકવાણાના મકાનમાં પાડી જુગાર ખેલતા હિતેષ ધર્મેશ ભનુભાઈ પરમાર, નરેન્દ્ર અમરશીભાઈ ચાંડપા, કાંતી રવજીભાઈ સાગઠીયા, હિતેશ રમેશભાઈ વાઘેલા, નરેશ કળુભાઈ વાઘેલા, અશરફ ગીગાભાઈ માંડલીયા, અને વિશાલ કરશનભાઈ સીંધવ નામના શખ્સોને રૂા.૧૮૪૮૦ની રોકડ સાથે. એ ડીવીઝન પોલીસે ધરપકડ કરી છે.

Loading...