સૌરાષ્ટ્રમાં સાત સ્થળે જુગારના દરોડા: ૬૯ શખ્સો ઝડપાયા

જસદણ, જામનગર, ભેંસાણ, જામજોધપૂર, બોટાદ અને વેરાવળમાં દરોડાથી જુગારીઓમાં ફફડાટ: કાર અને રોકડ મળી રૂ.૬.૫૦ લાખનો મુદામાલ કબ્જે

સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના એક દિવસ પુર્વે સાત સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. જસદણ, બોટાદ, પાળીયાદ, જામનગર, જામજોધપુર, વેરાવળ અને ભેંસાણ પંથકમાં જુગટુ ખેલતા ૬૮ શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડ અને કાર મળી રૂા. ૫.૪૮ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં જુગાર અને દારૂની બદી ડામવા એસ.પી. બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે જસદણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે શિવરાજપૂર ગામે જાહેર જુગાર રમતા ધીરૂ માવાણી કોળી, રણજીત વિઠ્ઠલ કોળી, સાગર મનજી કોળી, અશોક નાનજી કોળી, અશોક જીવણ કોળી, ધર્મેશ જાદવ કોળી, અશ્ર્વીન કોળી, વિજય ભનુ કોળી, તુષાર વલ્લભ કોળી અને વલ્લભ કોળીની ધરપકડ કરી રૂા. ૨૩૬૮૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

જયારે શિવરાજપૂરમાં દિનેશ પટેલ, નરેશ બટુક પટેલ, હરેન વિનુ કોળી, દિનેશ વલ્લભ કોળી, નિલેશ કોળી, બિજેશ પટેલ અને હરેશ ઉર્ફે જીજ્ઞો પટેલની ધરપકડ કરી જુગારના પટમાંથી ૨૩૬૮૦નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

ભેંસાણ તાલુકાના ગોરવીયાળી ગામે જાહેરમાં જુગાર રમતા અશોક નાગજી પટેલ, બાવચંદ છગન પટેલ, રાજેશ છગન પટેલ, સાગર વિઠ્ઠલ પટેલ, મનીષ દેવરાજ પટેલ, ઘનશ્યામ જસમત પટેલ અને બાબુ ટપુ પટેલની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા ૪૧ હજાર, કાર, બાઈક અને મોમાઈલ મળી રૂા. ૩.૯૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

વેરાવળની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા રમેશ જયમોહન તંબોલના મકાનમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક રમેશ તંબોલ, મોહન દેવજી, સુરેશ અરજણ પ્રજાપતિ અને નલીન છોટાલાલ કાનાબારની ધરપકડ કરી રૂા.૧૦૬૦૦નો મુદામાલ બ્જે કર્યો છે. જામજોધપૂરના માવજી બેચર ફળદુની વાડીમાં જુગાર રમતા રાજદીપ ગોહિલ, મીતન માણસૂરીયા, રોનક કાલરીયા, અને હરસુખ ગોરધન કોળી સહિત ૧૩ શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાથી રોકડ અને મોબાઈલ મળી ૨૪૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

જયારે જામનગરના મૂળીલા ગામે જુગાર રમતા સુભાષગીરી ગોસાઈ ચેતન વાછાણી, હીરેન વિરેન પટેલ, સાગર વાછાણી, સંજય ગાંડા અધેરા અને વાસુ વાછાણીની ધરપકડ કરી રૂા. ૧૧ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

બોટાદના ખોડીયારનગરમાં જુગાર રમતા આઠ શખ્સોની ધરપકડ કરી રૂા. ૨૫ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે જીવનધારા હોસ્પિટલની બાજુમાં જુગાર રમતો મિલેશ મનહર ગોપાણી સહિત સાત શખ્સોની ધરપકડ કરી . ૭ હજારની રોકડ સાથે મુદામાલ હતી. પાળીયાદના નાના છૈડા ગામે જાહેરમાં જુગાર રમતા વીસુ નાજભાઈ ધાંધલ સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી રોકડ, મોબાઈલ, વાહન મળી રૂા.૧ લાખનો મુદામાલકબ્જે કરી નાસી છૂટેલા ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Loading...