Abtak Media Google News

ભાડલા, ઉપલેટા, જામકંડોરણા અને ધોરાજીમાં જુગારીયાઓ ઉપર પોલીસની ધોંસ: ૭૦,૦૦૦નો મુદ્દામાલ કબજે

રાજકોટ જિલ્લાના ચાર સ્થળોએ સ્થાનિક પોલીસે દરોડા પાડ્યા. જેમાં જસદણ તાલુકાના ભંડારીયા ગામે, ઉપલેટાના નાની વાવડી ગામે, જામકંડોરણાના સનાળા ગામે અને ધોરાજી સહિત ચાર સ્થળોએ જુગાર રમતા ૨૨ શખસોની ધરપકડ કરી રૂા.૭૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છુટેલા ૧ શખસની શોધખોળ હાથ ધરી છે.

વધુ વિગત મુજબ જસદણના ભંડારીયા ગામે દિનેશ બચુ મકવાણાની વાડીમાં જુગાર રમતા વાડી માલીક દિનેશ મકવાણા, રમેશ વાલજી સોરાણી, વિપુલ બાબુ મકવાણા, પ્રવિણ સવસી મકવાણા, પાંચા નાથા વનાણીયા અને રાજેશ નારણ દેસાઈની ધરપકડ કરી રૂા.૨૪૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ઉપલેટાના નાની વાવડી ગામે જાહેરમાં જુગાર રમતા કાનજી ખીમજી સોલંકી, ગોવા ભોજા ચૌહાણ, રમેશ સામત વિઝુડા, ભરત નાથા ઝાલા, રાજુ રતીલાલ ધીંગાણી અને રોહિત બચુ ડઢાણીયાની ધરપકડ કરી રૂા.૨૬૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ધોરાજીના કુંભારવાડા, બાદલશા કોલોનીમાં રહેતા ઉમર જુસબ દલના મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની સ્થાનિક પોલીસને મળેલ બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ઉમર દલ, હસન બોદુ પિંજારા, કાસમ જુમા મતવા, અસ્પાક જીવા પિંજારા, ફઝલ ઈકબાલ ખલીફા, તોફીક ઉર્ફે અલી પીઠડીયા, ઈરફાન આમન કટારીયા અને મામન જુસબ દલની ધરપકડ કરી જુગારના પટમાંથી ૧૫૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે જામકંડોરણાના સનાણા ગામે જુગાર રમતા ભીખા ગણેશ ગૌસ્વામી અને નીતિન ચના ટેકવાના ધરપકડ કરી ૩૮૦૦ રૂપિયા કબજે કરી નાસી છુટેલા પ્રવિણ ગોવા શેખવાની શોધખોળ હાથ ધરી છે.

સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં જુગટુ ખેલતા ૫૨ પત્તાપ્રેમી ઝડપાયા

સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ૯ સ્થળોએ જુગટુ ખેલતા ૫૨ શખસોની ધરપકડ કરી ૯૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં જુગાર રમતા ૪ શખસોની માળીયા હાટીનામાં, કેશોદ અને ચોરવાડમાં મળી ૨૯ શખસોની ધરપકડ કરી છે. જ્યારે પોરબંદરના બગવદરમાં જુગાર રમતા ૬ શખસોની ધરપકડ કરી રૂા.૧૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, પ્રભાસ પાટણ અને બોટાદમાં જુગાર રમતા ૧૭ શખસોની ધરપકડ કરી રૂા.૪૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.