Abtak Media Google News

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલ ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા.

જાણવા મળ્યા મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટમાં આવેલ લક્ષ્મીચેમ્બરના ત્રીજા માળે દરોડો પડતા (૧) અનિલભાઇ હરીભાઇ રાજા જાતે.લુવાણા ઉ.વ.૬૦ રહે.મોરબી રવાપર રોડ સોમનાથ સોસાયટી લોટસ એપાર્ટેમેન્ટ બ્લોક નં.૫૦૧ (૨) સાલેમામદભાઇ અભરામભાઇ સુમરા જાતે.સંધી ઉ.વ.૪૯ રહે.મોરબી વાવડી રોડ લામજીવન પાર્ક અને
(૩) રસીકભાઇ સવજીભાઇ ઠકકર જાતે.લુવાણા ઉ.વ.૪૮ રહે.મોરબી રણછોડનગર અમૃતપાર્ક શેરીનં ૫ નામના ત્રણેય ઇસમો જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો જુગાર રમી રમતા ઝડપાઇ ગયા હતા.

આ મામલે પોલીસે જુદા જુદા દરની ચલણી નોટો કુલ રોકડા રૂ-૨૧૪૦૦ ના મુદામાલ સાથે ત્રણેયને અટકાયતમાં લઈ જુગારધારા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.