Abtak Media Google News

સિધ્ધાર્થ રાંદેરીયાની પ્રથમ ફિલ્મ ‘ગુજજુભાઈ ધ ગ્રેટ’ને બોકસ ઓફીસ પર અદભૂત સફળતા મળી હતી. ત્યારે હવે તેની સિકવલ આવી રહી છે. આ બીજી ફિલ્મનું નામ ‘ગુજજુભાઈ મોસ્ટ વોન્ટેડ’ રાખવામાં આવ્યું છે.

ગુજજુભાઈ મોસ્ટ વોન્ટેડના કથા પટકથા અને દિગ્દર્શન સિધ્ધાર્થ રાંદેરીયાના પુત્ર ઈશાન સંભાળી રહ્યા છે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં સિધ્ધાર્થ રાંદેરીયા, જિમિત ત્રિવેદી, તેજલ વ્યાસ, પૂર્વિ વ્યાસ, જયેશ મોરે, વ્યોમા નંદી, સુનિલ વિસરાની અને ફિરોઝ ઈરાની છે.

ફિલ્મનું ટીઝર રીલીઝ થઈ ગયું છે. અને સોશ્યિલક મીડીયા પર ધૂમ મચાવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.