Abtak Media Google News

પરંપરા તૂટી: રવાડી વહેલી નીકળી છેલ્લી ઘડીએ રૂટ બદલાયો: મઘ્યરાત્રીએ જ શહેરમાં ચીકકાર ટ્રાફીક, ભાવિકો વતન ભણી જવા રવાના

જુનાગઢ મહાશિવરાત્રી મેળાને કુંભ મેળાનો દરજજો મળી ગયો હતો. કુંભનો દરજજો મળ્યા બાદ ગઇકાલે છઠ્ઠા દિવસે દિગમ્બર સાધુઓના શાહિ સ્નાન બાદ મેળાને પૂર્ણ ઘોષીત કરવામાં આવ્યો હતો. પરંપરાગત રીતે યોજવામાં આવતા આ મેળામાં એક સમયે ચોકકસ મઘ્યરાત્રીના  રવાડી નીકળી અને શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ ઘોષીત થતો આજે સગવડતાઓને પ્રાધાન્ય આપી છેલ્લી ઘડીએ એનકેન બહાના કરી રવાડીનો સમય રુટ ફેરફાર થઇ રહ્યા છે.

શિવરાત્રી મેળામાં ખાસ કરીને દિગ્મંબર સાધુ ઓની રવાડી અને શાહી સ્નાનનું આકર્ષણ હોય છે. શિવરાત્રીના દિવસે ભવનાથના માર્ગો પર દિગ્મંબર સાધુઓની રવાડી નીકળી હતી. જેમાં ત્રણેય અખાડાના આધીપત્ય દેવતાઓની પાલખી નીકળી હતી. સાથે જ દિગ્મંબર સાધુઓએ અંગ કસરતના જુદા જુદા દાવો કર્યા હતા. રવાડીના દર્શન કરવા. છ લાખ થી વધુ ભાવિકો રવાડી રુટની આસપાસ બપોરથી જ બેસી ગયા હતા.Img 20190305 Wa0022

મોડી રાત્રે દિગ્મંબર સાધુઓએ ભવનાથ મંદીર પરીસરમાં આવેલા મૃંગીકુંડ માં શાહી સ્નાન કર્યુ હતું. આ સાથે જ શરુ થયાને ૭૫ વર્ષ થયા છે ઇતિહાસમાં પ્રથમ વખત રવાડી વહેલી શરુ થઇ હતી સામાન્ય રીતે રવાડી મોડી રાત્રેના શરુ થાય છે. ચાલુ વર્ષે સાંજના ૬.૩૦ કલાકે રવાડીનો પ્રારંભ થયો હતો. અને મોડી રાત્રે પૂર્ણ થઇ હતી.

રવાડી શરુ થઇ ત્યારથી રવાડીની પૂર્ણતા સુધી ભવનાથ મંદીરે ડમરુના નાદ ગુંજયા હતા મેળાની શરુઆતના તબકકામાં સરકારી મેળાવડો હોય તેવા માહોલને કારણે શરુઆતના બે દિવસ પ્રજાજનોએ મેળામાં આવવા માટે ઉદાસીનતા દાખવી હતી.Img 20190305 Wa0024મેળામાં ઉમટેલી પબ્લીક માટે સરકારી તંત્ર પાસે આજે પણ ચોકકસ આંકડો કહી શકાય તેમ નથી. વહીવટીતંત્રના અધિકારીઓ મનાપાના અધિકારીઓ પોલીસ તંત્ર તેમજ એસ.ટી વિભાગ દ્વારા મહાશિવરાત્રી કુંભ મેળા દરમિયાન દસેક લાખ જેટલી મેદની ઉમટી તેવો અંદાજ લગાવાઇ રહ્યો છે.

મેળામાં ઓછી પબ્લીકના કારણ માટે ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદીલી ખેતીની મોસમ ફજેતફાળકા અને રાઇટસ મા ઘટાડો તેમજ સરકારી કાર્યક્રમો અને તાયફાઓમાં વધારો થવાના કારણે લોકો ભીડની બીકે ઓછા ઉમટયા હોવાનું સ્થાનીક લોકોમાં અંદાજ લગાવાઇ રહ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.