Abtak Media Google News

ઓનલાઈન ફોર્મ ભરવા આધાર ફરજીયાત

૧લી ડિસેમ્બર ૨૦૧૭ થી જી મેઈન ૨૦૧૮ની પરીક્ષાના ફોર્મની પ્રક્રિયા ઓનલાઈન કરી શકાશે. સીબીએસઈ બોર્ડ જી મેઈનની ઔપચારીક વેબસાઈટ પર બ્રોચર માહિતી ઉપલબ્ધ કરાવી છે. જી મેઈનની પરીક્ષા ૮ એપ્રિલ અને કમ્પ્યુટરની પરીક્ષા ૧૫ અને ૧૬ એપ્રિલથી લેવાશે. નોંધપાત્ર છે કે જી-મેઈનની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ જ જી-એડવાન્સની પરીક્ષા આપી શકશે. જી મેઈનની વેબસાઈટ પર વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવશે અને અન્ય સ્ત્રોતો પર ધ્યાન ન દેવાની જાણકારી આપવામાં આવી છે.

ખાસ તારીખો

* ઓનલાઈન એપ્લીકેશનમાં ફોર્મ ભરવાની તારીખ ૧ ડિસેમ્બર, ૨૦૧૭ રાખવામાં આવી છે.

* ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧ જાન્યુઆરી, ૨૦૧૮ રાખવામાં આવી છે.

* પરીક્ષા ૮, એપ્રિલ ૨૦૧૮થી શરૂ થશે.

* કમ્પ્યુટરની પરીક્ષા એપ્રિલ ૧૫,૧૬ થી શરૂ થશે.

*લાયકાત ઈચ્છુક પરીક્ષાર્થીનો જન્મ ૧ ઓકટોબર ૧૯૯૩ બાદ થયો હોવો જ‚રી છે.

* પરીક્ષાર્થી ધોરણ ૧૨ની પરીક્ષામાં પાસ થયો હોવા જરૂરી છે.

* જી-મેઈનની પરીક્ષા પરીક્ષાર્થી કુલ ૩ વખત જ આપી શકશે.

ફોર્મ માટે આધાર ફરજીયાત

* સીબીએસઈએ જી-મેઈન પરીક્ષા માટેનું ફોર્મ ભરવા માટે આધાર નંબરને એપ્લીકેશન ફોર્મમાં ઉમેરવાનું ફરજીયાત બનાવ્યું છે.

જેમણે આધાર માટે અરજી કરી છે અને કાર્ડ હજુ આવ્યા નથી તેઓ આધાર એનરોલમેન્ટ આઈડી નંબર ફોર્મમાં પુરે પરીક્ષાર્થીઓ પાસે આધાર નથી અને જી-મેઈન પરીક્ષામાં જોડાવવા માંગતા હોય તો તેમણે જલ્દી જ એન્રોલમેન્ટ કરાવવું વધુ માહિતી તેમજ જાણકારી માટે વિદ્યાર્થીઓ જી-મેઈનની વેબસાઈટ પર પુરતી માહિતી મેળવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.