Abtak Media Google News

સેમિફાઈનલમાં ભારતનો ૧૦ વિકેટે વિજય, યશસ્વી જયસ્વાલે ફટકારી નાબાદ સદી : ૭મી વખત ફાઈનલમાં પ્રવેશ્યું

સાઉથ આફ્રિકા ખાતે અંડર-૧૯ વિશ્ર્વકપ રમાઈ રહ્યો છે ત્યારે ભારતે તેની અત્યંત કટ્ટર ટીમ મનાતી એવી પાકિસ્તાનને ૧૦ વિકેટે માત આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે જેમાં ભારતીય બેટસમેનો એટલે કે યશસ્વી જયસ્વાલે નાબાદ ૧૦૫ રનની સતકિય પારી રમી હતી જયારે દિવ્યાંશ સકસેનાએ અર્ધ સદી ફટકારી ૫૯ રન કર્યા હતા. ભારતનો ફાઈનલમાં પ્રવેશ થતાની સાથે જ બીજો સેમીફાઈનલ મેચ ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે તા.૬ ફેબ્રુઆરીનાં રોજ રમાશે ત્યારે રવિવાર ૯મી ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે વિજેતા ટીમ ભારત સામે ફાઈનલમાં રમશે. હાલ તે વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે ભારતીય અંડર-૧૯ ટીમનું ભવિષ્ય અત્યંત ઉજળુ છે અને અંડર-૧૯ વિશ્ર્વકપ જીતવા માટે પણ ભવિષ્યનાં વિરાટો સક્ષમ અને સજજ હોય તેવું લાગી રહ્યું છે. યશસ્વી જયસ્વાલની શાનદાર સેન્ચુરી (૧૦૫*) અને બોલર્સના દમદાર પ્રદર્શનના આધારે ભારતીય ટીમે અન્ડર-૧૯ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. લગભગ એકતરફી આ મેચમાં ભારતે ૧૦ વિકેટથી જીત મેળવી. દિવ્યાંશ સક્સેનાએ પણ અણનમ ૫૯ રનની ઈનિંગ રમી. આની સાથે ભારતીય ટીમ સતત ત્રીજીવાર અન્ડર-૧૯ વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચી છે.

7537D2F3 3

ભારતીય બોલર્સે પહેલા પાકિસ્તાનને ૧૭૨ રન સમેટી દીધું. ત્યારબાદ યથસ્વી જયસ્વાલ અને દિવ્યાંશ સક્સેનાની અણનમ ભાગીદારીએ ભારતને આસાન જીત અપાવી દીધી. ભારતે ફક્ત ૩૫.૨ ઓવરમાં જીત મેળવી લીધી. સાઉથ આફ્રિકાના સેનવેસ પાર્ક મેદાન પર રમાયેલી આ મેચમાં ભારતીય ટીમ પોતાની કટ્ટર હરિફ ટીમ સામે દરેક મોરચે આગળ રહી. યશસ્વી જયસ્વાલે આ ટૂ્ર્નામેન્ટમાં પોતાના દરદાર ફોર્મને જાળવી રાખતા પાકિસ્તાન સામે અણનમ સેન્ચુરી ફટકારી. તેણે ૧૧૩ બોલમાં ૮ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૧૦૫ રનની ઈનિંગ રમી. બીજી તરફ સક્સેનાએ તેને સારો સહકાર આપતા ૯૯ બોલમાં ૬ ચોગ્ગાની મદદથી અણનમ ૫૯ રનની ઈનિંગ રમી.અગાઉ પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે, ભારતીય બોલિંગ આક્રમણ સામે પાકિસ્તાનનો કોઈપણ બેટ્સમેન લડત આપી શક્યો નહી અને આખી ટીમ ૪૩.૧ ઓવરમાં ૧૭૨ રનના સામાન્ય સ્કોર પર જ ઓલઆઉટ થઈ ગઈ. પાકિસ્તાન માટે કેપ્ટન સોહેલ નાઝિરે ૬૨ અને ઓપનર હૈદર અલીએ ૫૬ રનનું યોગદાન આપ્યું. ટીમના ૮ બેટ્સમેનો ડબલ ફીગરમાં પણ પહોંચી શક્યા નહીં. ભારત તરફથી સુશાંત મિશ્રાએ સૌથી ૩ વિકેટ ઝડપી જ્યારે કાર્તિક ત્યાગી અને રવિ બિશ્નોઈએ ૨-૨ વિકેટ ઝડપી. ઉલ્લેખનીય છે કે, આ જીત સાથે ભારતે વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઈનલમાં તેની ટક્કર કોની સાથે થશે તે હજુ નક્કી થયું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.