Abtak Media Google News

બાળકોની ટિકિટનો દર રૂરૂ.૩૦ અને મોટાની ટિકિટનો દર ‚રૂ.૪૦ રાખવા માંગણી: ૧૧ વર્ષથી ટિકિટના દરમાં કોઈ વધારો કર્યો નથી

રેસકોર્સ સંકુલમાં મહાપાલિકાની જમીનમાં આવેલા ફનવર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્કે વર્તમાન ટીકીટના દરમાં ૩ ગણા સુધી વધારો કરવાની માંગણી કોર્પોરેશન સમક્ષ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા ૧૧ વર્ષથી ટીકીટના દરમાં કોઈ જ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. સામે બીજી તરફ ખર્ચમાં ૨૦૦ ટકા જેટલો વધારો થયો છે.

ફનવર્લ્ડના સંચાલકો દ્વારા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીને એક પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં ટીકીટના દરમાં વધારો કરવાની માંગણી કરવામાં આવી છે. હાલ ફનવર્લ્ડમાં બાળકોની ટીકીટનો દર ‚રૂ.૯ અને મોટા વ્યકિતની ટીકીટનો દર ‚ રૂ.૧૪ જેટલો છે. જેમાં ત્રણ ગણા સુધી વધારો કરવાની માંગણી કરાઈ છે. બાળક માટે ટીકીટનો દર ‚ રૂ.૩૦ અને મોટેરા માટે ટીકીટનો દર ‚ રૂ ૪૦ રાખવા માંગણી મુકવામાં આવી છે. આ ઉપરાંત અનલીમીટેડ રાઈઝડ માટે ચિલ્ડ્રનનો ચાર્જ ‚ રૂ.૩૦૦ અને એડલ્ટનો ચાર્જ ‚ રૂ.૪૦૦ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. પત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ૧૧ વર્ષથી ફનવર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્કમાં ટીકીટના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

સામાપક્ષે નવી રાઈડ સહિતના ખર્ચમાં ૨૦૦ ટકા જેટલો ધરખમ વધારો આવ્યો છે. જેના કારણે ના છુટકે હવે ટીકીટનો દર વધારવો પડે તેવી નોબત આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ફનવર્લ્ડમાં ટીકીટનો દર સામાન્ય હોવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બાળકો અવનવી રાઈડનો આનંદ ઉઠાવી શકે છે. જો રાઈડના ચાર્જમાં વધારો કરવામાં આવશે તો મધ્યમ વર્ગના લોકો ફનવર્લ્ડમાં જતા પહેલા ૧૦૦ વાર વિચાર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.