Abtak Media Google News

જો તમે ખડખડાટ હસવા માગો છો? અને જોવા માંગો છો ગુજરાતી કલાકારનો આ વિડીયો તો ‘અબતક‘ના ફેસબૂક પેજ પર નિહાળો

કોરોના વાયરસને કારણે દેશવ્યાપી લોકડાઉન ૩ મે સુધી વધારવામાં આવ્યું છે.

લોકડાઉનને લીધે ગુજરાતી કલાકારોના શુટિંગ પણ બંધ છે.

એટલે બધા જ કલાકારો ઘરમાં જ રહીને અવનવી પ્રવૃતિઓ કરતાં હોય છે અને સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી પોતાના ચાહક વર્ગને અપડેટ પણ આપતા હોય છે.

લોકડાઉનના કારણે કલાકારોનું બહાર આવવા જવાનું બંધ હોવાથી કોઇ કોઇને મળી શકતા નથી.

ત્યારે વિડીયો કોલિંગએ એક મહત્વનું માઘ્યમ છે. અત્યારે સોશ્યિલ મીડીયાના માઘ્યમથી એકાબીજા સાથે કનેકટેક હોઇએ ગુજરાતી કલાકારો  મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, પ્રતિક ગાંધી, આરજવ ત્રિવેદી, યશ સોની, મયુર ચૌહાણ, રોનક કામદાર, જાનકી બોડીવાલા, નેત્રી ત્રિવેદી, ખુશી શાહ, દિક્ષા જોશી, શ્રઘ્ધા ડાંગર પણ આ લોકડાઉનના સમયમાં વિડીયો કોલિંગ દ્વારા જ સંપર્કમાં હોય છે.

વિડીયો કોલ પર આ કલાકારો શું વાત કરે છે અને રોજ એકબીજા સાથે વિડિયો કોલ પર વાત કરીને પરિસ્થિતિ કેવી છે તેનો એક વિડિયો સોશ્યિલ મિડિયા પર પોસ્ટ કર્યા છે જે જોઇને ખરેખર ખડખડાટ હસી પડાય છે.વિડિયો કોલિંગમાં કયારે કોની પરિસ્થિતિ કેવી હોય છે અને કોના મગજમાં શું ચાલતું હોય છે તેનો આ રમુજી વિડીયો છેલ્લો દિવસ ફેમ મિત્ર ગઢવીએ બનાવ્યો છે જયારે કલાકારોના ચાહક વર્ગને આ વિડીયો બહુ જ પસંદ આવ્યો છે.

નોંધનીય છે કે, લોકડાઉનને લીધે ગુજરાતી કલાકારોના શુટિંગ પણ બંધ છે. એટલે બધા જ કલાકારો ઘરમાં જ રહીને અવનવી પ્રવૃતિઓ કરતાં હોય છે અને સોશિયલ મિડીયા પર પોસ્ટ કરે છે.

કલાકારના રમુજી વિડીયોમાં આ મુજબની થાય છે વાતો  મિત્ર ગઢવી:- હું મારા મિત્રને રોજ વિડિયો કોલ કરું છું

આરજવ ત્રિવેદી:- દિવસમાં ત્રીજીવાર વિડીયો કોલ કર્યો એલા તે…..

પ્રતિક ગાંધી:- ફાલતુ બધા વિડિયો કોલ આવે છે નકામી વાતો કરે છે.

યશ સોની:- હવે તો ભાઇ કંટાળીયા

દિક્ષા જોશી:- જો તો આજે પાસ્તા બનાવ્યા તે શું બનાવ્યું

મિત્ર જોશી:- મે તો આજે કચરો પોતું કરવું છે ને કમર ભાંગી ગઇ છે

આરજવ ત્રિવેદી:- મે તો આજે ખાવાનું બનાવ્યું

મલ્હાર ઠાકર:- લુડો રમીશ ભાઇ લુડો

મયુર ચૌહાર:- ચાલો લુડો રમવા આવી જાવ તમને હરાવવા

બધા સાથે મળી ને હે….. હે…. કોરોના ગો…. ગો….

બાઇ….. બાઇ….. બાઇ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.