Abtak Media Google News

ગામડામાં ટપાલ ઇલે. ટેલીફોન બીલ, નાની બચત સહિતની સેવા ખોરવાશે: શહેરી વિસ્તારના કાયમી પોસ્ટમેનને ૬૦ હજાર જેટલો પગાર:  ગામડાના ટપાલીને ૧૦ હજાર: આવી પાયાની સમસ્યા સામે રોષ ભભૂકયો

ઓલ ઇન્ડીયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયન જીડીએસ સીએચકયુ દિલ્હી તેમજ ફેડરેશનના આદેશ મુજબ આશરે ૩ લાખ જીડીએસ કર્મચારીઓ આજરોજ થી કમ્લેશ્રન્દ્ર જીડીએસ કમીટીની તમામ હકારાત્મક ભલામણો સ્વીકાર કરી તાકીદે તા. ૧-૧-૨૦૧૬ થી થી અમલ કરાવવાની માંગ સાથે દેશભરમાં અચોકકસ મુદતથી હડતાલ ઉપર ઉતર્યા છે. ત્યારે ગામડામાં ટપાલ ઇલે. ટેલીફોન બીલ નાની બચત સહીતની સેવાઓ ખોરવાશે.

આજરોજ બપોરે ૧૧ કલાકે રાજકોટ ડીવીઝન જીડીએસ અગ્રણીઓ રાજકોટ હેડ ઓફીસ ખાતે ઉ૫સ્થિત રહી સુત્રોચ્ચાર કર્યા હતા.

શહેરના પોસ્ટમેનનો પગાર પ૦ થી ૬૦ હજાર રૂ‚પિયા સુધી થવા જાય છે. ત્યારે તેના જેટલું જ અને તે જ પ્રકારનું કરતા ગામડાના પોસ્ટમેનને પોસ્ટ વિભાગ દ્વારા મહીને ૮ થી ૧૦ હજાર રૂ‚પિયા જેટલી રકમ ચુકવવામાં આવે છે. સાતમાં પગાર પંચની અમલવારીનો લાભ શહેરી પોસ્ટમેનનોને મળ્યો છે. જયારે રજુઆત છતાં ગ્રામીણ ડાર્ક સેવકોને તેનાથી વંચિત રખાયા છે. આવી પાયાની સમસ્યા સામે રોષ પ્રગટ કરતા દેશવ્યાપી એલાનને પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ગ્રામીણ ડાર્ક સેવકો હડતાલ પર ઉતર્યા છે.

એનએફપીઇ ગુજરાતના સૌથી સીનીયર પૂર્વ લીડર એસ.કે.વૈષ્ણવ તેમજ જીડીએસ એનએફપીઇ સીનીયર લીડર શરદભાઇ તેરૈયાએ વિશેષ માહીતી આપતા જણાવ્યું છે. કે જીડીએસ સાથે ઘોર અન્યાય થઇ રહ્યો છે. સરકારએ વર્ષ ૨૦૧૫માં જીડીએસ કર્મચારીઓના પગાર સુધારણા, સવલતો સુવિધા નિયમોના બદલાવ બાબતે પોસ્ટ ખાતાના ડી.જી. કક્ષાના નિવૃત અધિકારી કમલેચંન્દ્રને જીડીએસ કમીટીના અઘ્યક્ષ બનાવેલા. આ જીડીએસ કમીટીએ માત્ર એક વર્ષમાં જ આ જીડીએસ કમીટીનો અહેવાલ સરકારને નવે-૨૦૧૬ માં સોંપેલ ત્યારબાદ અહેવાલ સરકાર તેમજ પોસ્ટ ખાતાની ધોર ઉપેક્ષાથી ઉદાસીનતાથી જીડીએસ કમીટીના રીપોર્ટ માત્ર અભ્યાસ કરવાના રમાના હેઠળ ૧૭ માસનો સમય લીધો.

હજુ કેબીનેટની બહાલી મેળવવા બાકી છે. આમ અસાધારણ વિલંબ ના વલણ થી દેશભરના જીડીએસ  કર્મચારીઓ ઉગ્ર રોષ સાથે ડુ ઓર ડાય ના નારા સાથે જયાં સુધી જીડીએસ કમીટીનો અહેવાલ સ્વીકાર થવાની જાહેરાત નહી થાય ત્યાં સુધી કોઇપણ સંજોગોમાં હડતાલ સમેતાશે નહીંની ચીમકી ઉચ્ચારી છે. કમલેચંન્દ્રને કમીટીમાં દેશની આઝાદી બાદ પ્રથમ વખત જીડીએસ ને સન્માન જનક નવા વેતન દરો તેમજ પ્રથમ વખત ખાતાના કર્મચારી સમકક્ષ નવી સવલતો લાભો સહીર ૩૫ જેટલા નવી હકાતાત્મક ભલામણો સાથે જીડીએસ કર્મચારીને પોસ્ટ ખાતાની કરોડરજજુ ગણી જણાવેલ વર્ષો સુધીપોસ્ટ ખાતાએ જીડીએસ કર્મચારીને શા માટે અવગણતા કરી કે.બી. ચુડાસમા દામજી ચાવડાએ ટેકો જાહેર કરી સમર્થન આપી હડતાલને સફળ બનાવવા માર્ગદર્શક બન્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.