શહેરના મેડીકલ સ્ટોરો પર આજથી રૂ. ૫૦માં એન-૯૫ માસ્ક મળશે

ગુજરાત કેમીસ્ટ ફેડરેશન દ્વારા ૧૦ હજાર એન-૯૫ માસ્ક રાજકોટ કેમીસ્ટ એસો.ને મોકલાયા સૌરાષ્ટ્રભરમાં મેડિકલ સ્ટોર પરથી હવે એન-૯૫ માસ્ક રાહત દરે મળવાથી કાળાબજાર અટકશે

કોરોના વાયરસના ચેપ ભોગ બનેલા દર્દીઓની હાલમાં કોઇ સારવાર ઉપલબ્ધ નથી. કોરોનાથી બચવા માત્ર રોગ પ્રતિકારક બચવા માત્ર રોગ પ્રતિકારક શકિત વધારવી અને સાવચેતી રાખવી જરૂરી છે. જેથી સરકાર દ્વારા કોરોનાની બચવા જે સાવચેતી માપદંડોની જે માર્ગદશિકા જાહેર કરવામાં આવી છે. તેમાં મોઢા પર માસ્ક પહેરવાની સહાલ આપવામાં આવે છે. રાજયના મોટાભાગના વિસ્તારોમાં હાલ સ્થાનિક તંત્રો દ્વારા બહાર નીકળતી વખતે માસ્ક પહેરવુ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જેમાં એન-૯૫ માસ્ક કોરોના સહિતના વાયરસને મોં માં જતા રોકવામાં અસરકારક માનવામાં આવે છે. જેથી એન-૯૫ માસ્કની માંગ વધવા પામી હતી. દેશમાં એન-૯૫ માસ્ક બનાવનારી કંપનીઓ ઓછસ હોય માંગ વધતા જેના કાળાબજાર થવા લાગ્યા હતાં.

રાજયમાં એન-૯૫ માસ્કની માંગ વધવા સ્થાનિક કક્ષાએ અનેક કં૫નીએ તેનું ઉત્પાદન શરૂ કયું હતું રાજય સરકારે પણ એન-૯૫ માસ્ક અમુલ પાર્લર પરથી રૂા.૬૫માં વેંચવાની જાહેરાત કરી હતી. જે બાદ ગુજરાત કેમીસ્ટ હેડરેસન દ્વારા એન-૯૫ માસ્ક રૂા.૫૦માં આપવાની જાહેરાત કરી હતી. જેને અનુબક્ષીને આજથી રાજકોટ કેમીસ્ટ  એન્ડ ડ્રગીસ્ટ એસોસીઓ દ્વારા રૂા.૫૦માં એન-૯૫ માસ્કનું વિતરણ શરૂ કર્યુ છે. એસોસીએશન દ્વારા રાજકોટના તમામ મેડીકલ સ્ટોરોને આ ભાવે માસ્ક આપવાની સુચના આપી હોય આ સાથે શહેરના કોઇપણ મેડીકલ સ્ટોર પરથી ગ્રાહકને એન-૯૫ માસ્ક મળી શકે. ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં આવતીકાલથી દરેક મેડીકલ સ્ટોર પરથી એન-૯૫ માસ્ક મળી શકશે.

આજથી રાજકોટમાં ૧૦ હજાર એન-૯૫ માસ્કના વિતરણનો પ્રારંભ: અનિમેષભાઇ દેસાઇ

રાજકોટ કેમિસ્ટ ઓન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનના સેકેટરી અનિમેષભાઇ દેસાઇએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યુ હતું કે કોવિડ ઇફેકટેડ દર્દીને રાહત ભાવે માસ્ક મળી રહે તે માટે એન-૯૫ માસ્ક અત્યાર સુધી ખૂબ મોંઘા મળતા હતા. પરંતુ સ્વેદેશી બનાવટના માસ્ક મળતા થયા હોવાથી અમે હવે ફકત રૂા.૫૦માં માસ્ક આપી શકીએ છીએ. હાલ આ માસ્કની કિંમત ૨૦૦થી ૩૦૦ રૂપિયા હતો એન-૯૫ માસ્કનું બ્લેકમાર્કેટીંગ દવાની દુકાને પર થતુ નથી. અમે લોકો જે પડતર કિંમત હોય તેના પર ૧૦થી ૧૫ % રાખીને વેચતા હોય છે. અત્યાર સુધી સરકારનું એન-૯૫ માસ્ક પર ભાવ બાંધણુ ન દેવાથી દવા બજાર સીવાય ના વેપારીઓ પણ આ માસ્ક વેંચતા હતો અને જેવા લોકો બ્લેક માર્કેટીંગ કરતા હતા. સરકાર દ્વારા જે અમૂલ પાર્લરમાં એન-૯૫ માસ્ક રૂા.૬૫માં વહેચાય છે. ત્યારે અમારી સરકાર સામે કોઇ હરિફાઇ નથી ઉલટાનું એ અમારા  પ્રેરણારૂપ છે. અને અમે તેમની પાસેથી જ શીખીયા અને લોકોને અત્યાર સુધીમાં ૨ લાખને ૬૫ હજાર માસ્કનું ડીસ્ટ્રીબ્યુશન કરી નાખ્યું છે. અને રાજકોટ જિલ્લામાં આજથી ૧૦ હજાર એન-૯૫નું વિતરણ કરવા જઇ રહ્યાા છીએ. સૌરાષ્ટ્રમાં ટ્રંક સમયમાં એન-૯૫ માસ્ક બનાવવાના ૩થી ૪ પ્લાન્ટ શરૂ થઇ રહ્યા છે. પ્લાન્ટ શરૂ થવા પછી એન-૯૫ માસ્ક હજુ સસ્તા થશે તેવી સંભાવના છે.

Loading...