Abtak Media Google News

રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળે કલેકટર મારફત મુખ્યમંત્રીને પાઠવ્યું આવેદન: શિક્ષણમંત્રી પોતાનું પદ બચાવવા સુપ્રીમમાં જતા હોય તો વિદ્યાર્થીઓના હિતમાં કેમ દાદ માગતા નથી? વાલી મંડળનો વેધક સવાલ

શિક્ષણ ફી અંગેના હાઇકોર્ટના આદેશ સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને વિઘાર્થીઓ અને વાલીના હિતમાં તાત્કાલીક ધોરણે કાનુની કાર્યવાહી કરવી જોઇએ તેવી રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળે માંગણી કરી છે.

વાલી મહામંડળે કલેકટર મારફત મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે અત્યારે કોરોનાની મહામારીને કારણે મસગ્ર રાજયમાં વેપાર ધંધામાં ભયકર મંદી પ્રવર્તે છે. લોકો ભયંકર આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. આવા સંજોગોમાં વિઘાર્થીઓ અને તેમના વાલીઓ ખુબ જ ગંભીર પ્રકારની આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે.

આ સંજોગોમાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓ છેલ્લા ચારેય માસથી શાળાઓ બંધ હોવાથી શાળાઓમાં અભ્યાસ અર્થે જઇ શકયા નથી. શાળાઓ ઘણા લાંબા સમયથી બંધ હોવાથી ખાનગી શાળાઓએ એટલા સમયથી ફીજ વિઘાર્થીઓ અને વાલીઓ પાસેથી ન માંગવી જોઇએ. આમ છતાં ખાનગી શાળાઓ દ્વારા  વિઘાર્થીઓ અને વાલીઓ પાસેથી ફ્રીઝની કડક ઉઘરાણી કરવામાં આવતા વિઘાર્થીઓ, વાલીઓ અને વાલી મંડળોએ દ્વારા આ બાબતે શિક્ષણ મંત્રી ને કલેકટર તથા જિલ્લા શિક્ષણાધિકારીને શાળાઓ બંધ રહી હોય એટલા સમયની ફીજ માફ કરવા ઘટતું કરવા અરજી અને આવેદનપત્ર આપીને માગણી કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે શાળાઓ બંધ રહી હોય એટલા સમયની ફીઝ વસુલ ન કરવા સરકાર અને ખાનગી શાળાઓને આદેશ આપ્યો છે. જે આદેશના  પગલે મોડે મોડે શિક્ષણ વિભાગે શાળાઓ બંધ રહે એટલા સમયની ફીઝ વિઘાર્થીઓએ ભરવાની રહેશે નહી તેવો પરિપત્ર બહાર પાડતા વિઘાર્થીઓ અને વાલીઓમાં યોગ્ય ન્યાય મળ્યાની આનંદની લાગણી થઇ.

જેટલો સમય ખાનગી શાળાઓ બંધ રહે એટલા સમયની ફીઝ  વિઘાથીઓએ ભરવાની રહેશે નહી તેવા સરકારના પરિપત્ર સામે શાળા સંચાલકોએ હાઇકોર્ટમાં અરજી કરતાં હાઇકોર્ટે સરકારે બહાર પાડેલ પરિપત્ર રદ કર્યો છ.ે વિઘાર્થીઓ અને વાલીઓએ ફીઝ ભરવા જ પડે તેવી  સ્થિતિ સર્જાઇ છે. જેથી અમારી માંગણી છે કે સરકારે અને ખાસ કરીને શિક્ષણ વિભાગે હાઇકોર્ટના આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને વિઘાર્થીઓ અને વાલીઓને હિતમાં તાત્કાલીક ધોરણે કાનુની કાર્યવાહી કરવી જોઇઅ..શાળાઓ બંધ રહે એટલા સમયની ફીઝ વિઘાર્થીઓએ ભરવાની રહે નહી તેવી ન્યાયોચિત હુકમ થાય તે માટે યોગ્ય પગલા ભરવા જોઇએ તેમ રાજકોટના શહેર જિલ્લા વાલી મંડળે જણાવ્યું છે.

જો સરકાર અને શિક્ષણ વિભાગ ગુજરાત હાઇકોર્ટ કરેલ હુકમ સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરીને વિઘાર્થીઓ અને વાલીઓને ન્યાય અપાવવા ન માંગતી હોય તો વિઘાર્થીઓ અને વાલીઓના વિશાળ હિતમા વિઘાર્થીઓની ખાનગી શાળાઓની ફીઝ સરકારે ભરી આપી વિઘાર્થીઓ અને વાલીઓને રાહત કરી આપવી જોઇએ તેવી અમારી માંગણી તેમ વાલી મંડળે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.