Abtak Media Google News

શતાબ્દીને પણ ટક્કર આપનારી દેશની પ્રથમ ‘એન્જિનલેસ ટ્રેન ટી-૧૮’ ટ્રાયલ માટે પટરી પર ઉતરી

ભારતીય રેલવેને આધુનિકતાનો રંગ લગાડી અદ્યતન સુવિધાઓ વિકસાવવા તેમજ ભારતીય રેલવેને નવી ઉંચાઈઓ પર લઈ જવા સરકારે કમરકસી છે. જેના ભાગરૂપે ભારતમાં હવે એન્જીનલેસ ટ્રેનો દોડતી થઈ છે. જી હા, યુરોપની ટ્રેનો જેવી દેખાતી અને દેશની પ્રથમ એવી એન્જીન વગરની ટ્રેન ‘ટી-૧૮’ આજથી પટરી પર દોડતી થઈ ગઈ છે.

આ ટ્રેન સેલ્ફ પ્રપ્લડ મોડયુલના આધારે તૈયાર થઈ છે. એટલે કે તેમાં કોઈ એન્જીન નથી પરંતુ તેની બદલે એક પાવરકાર લગાવાઈ છે જેનાથી આ ટ્રેન ૧૬૦ કિ.મી.ની ઝડપે દોડવા સક્ષમ છે.

ટ્રાયલ માટે આજે આ ટી-એઈટીન નામની ટ્રેનને પટરી પર ઉતારાઈ છે. ઘણા અધિકારીઓ અને એન્જીનીયરોનું કહેવું છે કે, આ ટ્રેન ભારતની સૌથી ઝડપી ટ્રેન પ્રીમીયમ શતાબ્દી એકસપ્રેસને પણ ટકકર આપશે. આ ટી-૧૮થી ભારતીય રેલવેને એક નવી દિશા મળશે અને રેલવેની ટેકનોલોજી તરફ આ એક મહત્વની ઉડાનરૂપ સાબીત થશે.

આ ટ્રેનને ચેન્નઈના ઈટીગ્રલ કોચ ફેકટરીમાં ૧૮ માસમાં બનાવાઈ છે. જેની ખાસીયત એ છે કે, આ ટ્રેનના ડબ્બાને એવી રીતે ડીઝાઈન કરાયા છે કે મુસાફરોને ડબ્બામાં પોતાની સીટ પર બેઠા-બેઠા ડ્રાઈવરની સીધી કેબીન દેખાઈ શકે રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ ટી-૧૮ને તૈયાર કરવામાં લગભગ ૧૦૦ કરોડનો ખર્ચ થયો છે. ટ્રેનમાં સીસીટીવી કેમેરા લગાવાય છે. તેમજ ટ્રેનમાં બે એક્ઝિકયુટીવ કમ્પાર્ટમેન્ટ રહેશે જેમાં દરેક કમ્પાર્ટમેન્ટમાં ૫૨ સીટ રહેશે જયારે સામાન્ય કોચમાં ૭૮ સીટ રહેશે.

હાલ આ ટી-૧૮ને દોપલ માટે ચેન્નઈમાં ફેકટરીની બહાર જ પટરી પર ઉતારાઈ છે અને આગામી ચાર દિવસ માટે ટેસ્ટીંગ ચાલુ રહેશે. વર્ષ ૨૦૧૮માં જ લોન્ચ કરવામાં આવી હોવાથી આ ટ્રેનનું નામ ટી-૧૮ રખાયું છે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.