લોકડાઉન-૧થી અનલોક-૨ સુધીમાં ૨૪૦૭૦ વ્યકિતઓએ માનસિક સ્થિતિ ગુમાવી

કોરોના સંકટે સમાજમાં લોકોની મનોસ્થિતિ બગાડી

સિવિલ હોસ્પિટલનાં મનોચિકિત્સક વિભાગમાં ચાર મહિનામાં ૧૮૩૫૯ વ્યકિતઓએ સારવાર મેળવી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં ૫૭૧૧ લોકોએ માનસિક સ્થિતિ અંગે માર્ગદર્શન મેળવ્યું, લોકડાઉનની અસર અને તેના પરિણામોથી કંટાળી લોકોએ આપઘાત કરવાનું શરૂ કર્યું

કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનને લીધે લોકોને આર્થિક રીતે નુકશાનની સાથે માનસિક સ્થિતિ પણ બગડી છે. લોકડાઉનની પ્રથમ તબકકાથી શરૂ કરી ‘અનલોક-૨’ સુધીમા લોકોમાં ચિડીયાપણુ એકલતા, બેચેની, ગુસ્સો, અનિદ્રા, અતિ ખોરાક, ભોજન, અરૂચી, વ્હેમ-શંકા, અનિવાર્ય વિચાર, દુસ્વપ્ન અને ખોટા ડર કે ચિંતા જેવી સમસ્યામાં વધારો થયો છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા મનોચિકિત્સક વિભાગના દર્દીઓની ઓપીડીમાં ‘અનલોક-૧’ અને ‘અનલોક-૨’માં વધારો નોંધાયો છે.

લોકડાઉનનાં પ્રથમ તબકકાની શરૂ કરી ‘અનલોક-૨’ સુધીનાં અંતીમ તબકકામાં વ્યકિતની અંદર માનસીક બિમારીઓનું પ્રમાણ વધ્યું છે. ૨૦૧૯ની ઓપીડીની સરખામણીમાં ૨૦૨૦માં મનોરોગીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. તદઉપરાંત ઘણા કિસ્સાઓમાં હતાશા તથા આર્થિક મુશ્કેલીનાં કારણે આત્મહત્યાના બનાવો પણ મોટા પ્રમાણમાં વહ્યા છે. બાળકોથી શરૂ કરી વયોવૃધ્ધ સુધીની વ્યકિતએ માનસીક બિમારીની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલનાં મનોચિકિત્સક વિભાગમાં આવવાનું શરૂ કર્યું છે.

માનસિક બિમારી ધરાવતા લોકોમાં સમસ્યાના મુખ્ય કારણોમાં કલ્પના, વિચાર વાત, દ્રષ્ટીકોણ, લાગણી, સામાજીક, કામ, ઘર, શારીરીક બિમારી, વ્યસનો, બાળકોની કચકચના કારણોસર માનસીક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી હોવાનું તબીબી તપાસમાં બહાર આવ્યું હતુ. આ ઉપરાંત લોકડાઉનનાં ત્રણ તબકકામાં વ્યકિતની શારીરીક બિમારીથી તણાવ, આર્થિક નાણાંકીય જરૂરીયાત, નૈતીક અનૈતીક સંબંધો, બેરોજગારી, પ્રતિષ્ઠાને નુકશાન પહોચતા, પારિવારીક ઝઘડા, વ્યસન સહિત વ્યકિતગત કારણોસર લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું છે. માણસનાં જીવનના રૂટીન કામગીરી ખોરવાતા અને બાદમાં એકાએક કામનું ભારણ વધી જતા લોકોમાં ગુસ્સાનું પ્રમાણ, ચિડયાપણું, ડીપ્રેશન, સ્કીઝોફિનિયા, સહિતની વિભિન્ન નાની મોટી બિમારીનો દર વધ્યો છે. ૨૬ માર્ચથી શરૂ કરી ૧ ઓગષ્ટ સુધીમાં બાળક, યુવાન, કે મહિલા અને વૃધ્ધના જીવનના કોઈપણ તબકકામાં વારસાગત, સામાજીક, વ્યકિતગત, વાતાવરણકીય, આર્થિક કારણોસર માનસીક બિમારીમાં સપડાયા છે. આ તમામ લોકોની સારવાર સિવિલ હોસ્પિટલનાં સાઈકીયાટ્રીક કલિનીકમાં ચાલી રહી છે. જયા વ્યંકિતની સારવારમાં સાઈક્રીયાટ્રીક, સાયકોલોજીસ્ટ, મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. માનસિક બિમારીના પ્રથમ તબકકાથી શરૂ કરી લાંબા ગાળા સુધી બિમારીની સારવાર મલ્ટીસ્પેશિયાલીસ્ટ તબીબો આપી રહ્યા છે. આ તબીબો ત્રણ પ્રકાર નાં ઈલાજમાં માનસીક વ્યકિતનું કાઉન્સેલી દ્વારા, દવા વૈદીક ઉપચાર દ્વારા, સાઈકો સર્જર, મગજને શોટ આપી સારવાર આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલના માનસીક વિભાગમાં ૨૦૧૯ની ઓપીડી કરતા ૨૦૨૦ની ઓપીડીમાં વધારો નોંધાયો છે. જેમાં માર્ચ મહિનામાં ૪૪૩૪, એપ્રીલમાં ૨૭૧૦, મે મહિનામાં ૩૦૦૭, જૂનમાં ૩૭૦૮ જુલાઈમાં ૪૫૦૦ જેટલા મનોરોગીએ સારવાર મેળવી છે.  આ તમામ માનસીક બિમારી લોકોનું મનોચિકિત્સક વિભાગનાં પ્રોફેસર હેડ ડો. મુકેશ સામાણી ના માગદર્શન હેઠળ એડીશ્નલ પ્રોફેસર ડો. મુકેશ પટેલ, આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. કલ્પેશ ચંદ્રાણી, સીનીયર રેસીડન્ટ નીશા પ્રજાપતી, ડો. ચિરાગ કુંનડલીયા, ઈઈજી ટેકનીશ્યન હેમાગી હીરપરા, ફીઝયાટ્રીક સોશીયલ વર્કર ધ્રુપલ ગોંડલીયા, ડો. પ્રિયમ સીંધ, ડો. રીધ્ધી ઠાકરે, ડો. કુંજલ ઓડેદરા, સહિત તબીબી સ્ટાફ દર્દીનું કાઉન્સેલીંગ કરી તબીબી સારવાર આપી રહ્યા છે.

લોકડાઉનથી અનલોક-૨ સુધીમાં મનોવિજ્ઞાન ભવનમાં ૫૭૧૧ લોકોના ફોન રણકયા

માનસિક સ્વાસ્થ્યની જાળવી અને પ્રશ્ર્નોના ઉકેલ માટે માર્ગદર્શન મેળવ્યું: આક્રમક ચિડિયાપણું સ્વભાવ ધરાવતા ૮૮૨, મનોગ્રસ્ત વિકાર ધરાવતા ૬૫૮, અન્ય માનસિક સમસ્યાના ૭૮૬ વ્યકિત અને ૫૧૮ વ્યસનીઓએ ડીપ્રેશન ધરાવતાં ૯૧૮ લોકોએ સંપર્ક સાધ્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં લોકડાઉનના પ્રથમ તબકકાથી શરૂ કરી અનલોક ૨ના અંતીમ તબકકા સુધીમાં માનસિક અસ્વાસ્થ્ય ધરાવતા ૫૭૧૧ લોકોના ફોન રણકયા હતા જેમા તરૂણ, યુવક, મહિલા વૃધ્ધ, વેપારીનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વડા. યોગેશ જોગરાણાની રાહબરી હેઠળ તબીબોએ લોકોનું કાઉન્સેલીંગ કરી તેમના માનસીક અને મુંઝવતા પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યું હતુ. જેમાં જુદા જુદા પ્રકારની નાની મોટી ૧૩ વધુ માનસિક બિમારીનું માર્ગદર્શન મેળવનાર લોકોનું આંકડાકીય પત્રક નીચે મુજબ છે.

ઉપરોકત કોષ્ટક મુજબ લોકડાઉન-૧થી શરૂ કરી અનલોક-૨ સુધીમાં ડીપ્રેશન સહિત માનસીક બિમારીને લઈ ૫૭૧૧ ફોન રણકયા હતા જેમાં આક્રમણ, ચીડીયાપણુ, સ્વભાવ ધરાવતા ૮૮૨ વ્યકિતના ફોન, બાધ્યતા-મનોગ્રસ્ત વિકાર ધરાવતા ૬૫૮ ફોન, અન્ય માનસિક બિમારીના ૭૮૬ ફોન, વ્યસનની કુટેવથી પીડાતા ૫૧૮ ફોન, હતાશા ધરાવતા ૯૧૮ લોકો સહિત નાની મોટી સમસ્યા માટે ફોન રણકયા હતો. જે તમામ વ્યકિતનું કાઉન્સેલીંગ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોકશનના માર્ગદર્શન હેઠળ ડો. ધારા દોશી, ડો. ડિમ્પલ રામાણીતથા કલેકટર કચેરીના ૧૭ વિદ્યાર્થીએ કર્યું હતુ.

Loading...