Abtak Media Google News

કરોડોની સંખ્યામાં નવા મોબાઈલ નંબર તૈયાર દુરસંચાર વિભાગે ટ્રાઈની દરખાસ્તનો કર્યો સ્વીકાર

દેશભરમાં લેન્ડ લાઈનથી મોબાઈલ પર ફોન કરવા માટે આગામી તારીખ ૧ જાન્યુઆરીથી નંબર પહેલા શૂન્ય લગાવવું જરૂરી બનશે. દુરસંચાર વિભાગે આ અંગેના ટ્રાઈની દરખાસ્તનો સ્વીકાર કર્યો છે. ટ્રાઈએ ૨૯ મે ૨૦૨૦ના રોજ નંબર પહેલા શૂન્ય લગાવવાની ભલામણ કરી હતી. ટ્રાયના જણાવ્યા મુજબ ટેલિકોમ કંપનીઓને આ કારણે વધુ નંબર બનાવવાની સુવિધા ઉપલબ્ધ થશે.

મોબાઈલનું ચલણ વધતા વાયરલાઇન કનેક્શન એકાએક ઘટી ગયા છે. છેલ્લા થોડા વર્ષોમાં જ લેન્ડલાઈન સહિતના વાયર લાઈન કનેક્શનની સંખ્યા ઘટી જવા પામી છે હવે ઝીરો ડાયલ કરવાની પ્રણાલી અમલમાં મૂકી વધુ વાયરલેસ કનેક્શન ઉપલબ્ધ થાઈ તેવા પ્રયાસ થશે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ તરફથી મોબાઈલ નંબરના અંકોમાં બદલાવને મંજૂરી આપી દીધી છે. સરકારની મંજૂરી બાદ ફિક્સ્ડ લાઈનથી સેલ્યુલર મોબાઈલ પર ડાયલિંગ પેટર્નમાં બદલાવ આવી જશે. મતલબ હવે કોઈ પણ લેન્ડલાઈનથી સેલફોન પર કોલ કરતાં પહેલાં ઝીરો ડાયલ કરવું અનિવાર્ય હશે. આ નિયમ એક જાન્યુઆરી ૨૦૨૧થી પ્રભાવી થશે.

૧૦ના સ્થાને ૧૧ અંકોનો મોબાઈલ નંબર થવા પર દેશમાં મોબાઈલ નંબરની ઉપલબ્ધતા વધી જશે. ટ્રાઈ તરફથી થોડા દિવસો પહેલાં સરકારને મોબાઈલ નંબરમાં બદલાવના અનેક પ્રસ્તાવ આપવામાં આવ્યા હતા. તેમાં નવો નેશનલ નંબરીંગ પ્લાન પણ સામેલ છે. સાથે જ ટ્રાઈ તરફથી ડોન્ગલ્સ માટે એક અલગ મોબાઈલ નંબર સીરિઝ જાહેર કરવાની ભલામણ કરવામાં આવી હતી. જેને ૧૦ના બદલે ૧૩ નંબર કરવાની સલાહ આપવામાં આવી છે. સુન્યને કઈ જગ્યાએ લગાડવાથી નંબરની સિરીઝનો પ્રશ્ન ઉકેલાશે તે અંગે વિચારણા થઇ રહી હતી દરમિયાન હવે લેન્ડલાઈનમાંથી મોબાઈલમાં ફોન લગાડતાં પહેલા નંબરની આગળ ૦ લગાડવા નો નિયમ બનાવવા જઇ રહ્યો છે. જેના પરિણામે કરોડોની સંખ્યામાં નવા મોબાઈલ નંબર તૈયાર કરવામાં આવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.