Abtak Media Google News

બાતમીના આધારે મળેલી વિગત મુજબ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી સફળતા મેળવી

સમગ્ર દેશમાં જયારે લોકડાઉનની સ્થિતિ સર્જાયેલી છે ત્યારે ભારત દેશનાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરના હંડવાડા અને સોપર વિસ્તારમાંથી ૯ આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં ૪ આતંકીઓ અને અન્ય પાંચ ગ્રાઉન્ડ વર્કર તરીકે કામગીરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ વિભાગને મળેલી બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૯ આતંકીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરનાં સિકયોરીટી ફોર્સ દ્વારા ગુંડચોગલ ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બાતમીના આધારે આતંકીઓની ઉપસ્થિતિ હોવાની માહિતી મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન ૫ આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તપાસમાં એ વાતની સ્પષ્ટતા થઈ હતી કે, આ આતંકી લશ્કર-એ-તોયબા જુથ સાથે જોડાયેલા છે જેમાં તેઓની ઓળખ પરવેઝ અહેમદ ચોપાન, મુદ્દસર અહેમદ પંડિથ, મોહમદ રફી શેખ અને બુરહાન મુસ્તાકવાણીનું નામ સામે આવ્યું છે.

સર્ચ ઓપરેશન બાદ પકડવામાં આવેલા આ તમામ ચાર આતંકીઓ પાસેથી એકે-૪૭ રાઈફલ, ૮ એકે-૪૭ની મેગઝીન, ૩૩૨ એકે-૪૭નાં રાઉન્ડ, ૧૨ હેન્ડ ગ્રેનેડ, ૩ પિસ્ટલ, ૬ પિસ્ટલ મેગઝીનને ઝડપી પાડી તેને સીઝ કરવામાં આવી છે જયારે જમ્મુ-કાશ્મીરનાં સિકયોરીટી ફોર્સનાં બીજા ગ્રુપ દ્વારા  શાલપોરા ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને સમગ્ર ગામને કોરડન પણ કરાયું હતું. આ વિસ્તાર જમ્મુ-કાશ્મીરનો હંડવાડા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે જયાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરતા સમયે બાતમીના આધારે પાંચ ઓવર ગ્રાઉન્ડ કારીગરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. લશ્કર-એ-તોયબા જુથ દ્વારા આવનારા સમયમાં કોઈ મોટી વારદાતને અંજામ આપવા માટેનું કાવતરું બનાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે જેમાં આ પાંચ કારીગરો મદદરૂપ થયા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓ કે જેઓને પકડી પાડવામાં આવ્યા છે તેમાં તેઓનું નામ આઝાદ અહેમદ બટ, ઈર્સાદ અહેમદ અને અલ્તાફ અહેમદ બાબાનું નામ સામે આવ્યું છે જેમની પાસેથી બે પિસ્ટલ, બે હેન્ડ ગ્રેનેડ અને શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

સર્ચ ઓપરેશન દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા અને સિકયોરીટી ફોર્સની મદદથી સૌથી ખુંખાર લશ્કર એ તોયબાના બે ઓવર ગ્રાઉન્ડ આતંકીઓને ઝડપી પાડયા હોવાનું સામે આવ્યું છે તેમની ધરપકડ બારા મુલ્લા જીલ્લાનાં સોપર ગામમાંથી થઈ હોવાનું સામે આવ્યું છે. સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ સિકયોરીટી ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન સાદીક કોલોની પાસે હાથ ધરવામાં આવ્યું હતું. સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ પકડાયેલા આતંકીઓનું નામ વસીમ અહેમદ તથા જુનેદ રસીદ ગણાઈ તરીકે સામે આવ્યું છે. તેની પાસેથી પિસ્ટલ, બે અંડર બેરલ ગ્રેનેડ, લોન્ચર તથા ગ્રેનેડને સીઝ કરવામાં આવ્યું છે. આ બારદાત થતાની સાથે જ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સિકયોરીટી ફોર્સ સતર્ક થઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે જે આગામી સમયમાં કોઈપણ પ્રકારની આતંકી ઘટના ન ઘટે તે માટેની પેરવી પણ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.