Abtak Media Google News

રેલવે સુરક્ષા કમિશનર દ્વારા રાજકોટ-હાપા વિજળીકરણ પરીયોજનાનું નિરીક્ષણ

રેલવે સુરક્ષા કમિશ્નર પશ્ચિમ સર્કલ મુંબઈ આર.કે. શર્માએ રાજકોટ થી હાપા ડિવિઝનના ખંડેરી થી હાપા સુધીનું વિજળીકરણ કાર્ય પુરુ થવા બાબતે  નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ વિદ્યુત એન્જીન દ્વારા દર કલાકે ૧૧૦ કિલોમીટરની ઝડપી સ્પીડ ટ્રાયલ હાપા સ્ટેશન થી ખંડેરી સ્ટેશન સુધી કર્યું, જે સફળ રહ્યું. આ દરમિયાન શર્માએ રાજકોટ સ્ટેશનથી  હાપા સ્ટેશન વચ્ચે આવેલ જુદાજુદા એલ.સી. ગેટ, પાવર સબ સ્ટેશન, ટ્રેક્શન સબ સ્ટેશન, એફઓબી તથા ખંઢેરી, પડધરી, હડમતિયા, જાલિયા દેવાની, જામ વંલી, અલીયા વાડા તથા હાપા સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. હવે આ ડિવિઝન પર ટુંક સમયમાં વિદ્યુત એન્જીન દ્વારા રેલવેનું સંચાલન કરી શકાશે.

નિરીક્ષણ દરમિયાન શર્માની સાથે પશ્ચિમ રેલવે ચર્ચગેટના પ્રમુખ મુખ્ય વિદ્યુત એન્જીનીયર – શ્રી સંજીવ ભુટાની, ડિવિઝનલ રેલવે મેનેજર રાજકોટ –  પરમેશ્વર ફુંકવાલ, રેલવે વિજળીકરણ અમદાવાદના મુખ્ય પરિયોજના નિદેશક – શ્યામ સુંદર મંગલ, ડેપ્યુટી ચીફ ઈલેકટ્રીકલ એન્જીનીયર (રાજકોટ-હાપા પ્રોજેક્ટ ઈન્ચાર્જ) – ગોવિન્દ પ્રસાદ સૈની, કે.પી.ટી.એલ. ના ચીફ પ્રોજેક્ટ મેનેજર સુરેશ પવાર તા પશ્ચિમ રેલવે તા રાજકોટ ડિવિઝન સહિત રેલવે વિજળીકરણ પરિયોજના અમદાવાદના અન્ય સિનીયર અધિકારી ઉપસ્થિત હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.