Abtak Media Google News

જો તમે આ મહિને મારુતિના પેટ્રોલ વેરિઅંટ વાળી ગાડી લેવાના મુડમાં છો તો આ ખબર તમારા કામની છે. મારુતિ પેટ્રોલની કિંમતમાં ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે તેમાં nexaડિલરશિપથી વહેંચવામાં આવતી ગાડીઓ ને તેમાં સામેલ કરવામાં નથી આવી ઓટોકાર ઇન્ડિયાએ કિંમતમાં ડિસ્કાઉન્ટની જાણકારી જાહેર કરી છે.

maruti Altoકે જે કંપની પોપ્યુલર ગાડીમાંની એક છે. જેમાં ગ્રાહક ૪૫,૦૦૦ સુધીની છૂટનો ફાયદો મેળવી શકે છે. alto 800 Lxiઅને CNG મોડલમાં ૨૫,૦૦૦ રુપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. સાથે જ ગ્રાહક ૨૦,૦૦૦ રુપિયા સુધીની એક્સચેંજ ઓફરનો લાભ પણ મેળવી શકે છે. આવી જ રીતે ગ્રાહકAlto K10માં પણ ૨૦,૦૦૦ રુપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને ૨૫,૦૦૦ રુપિયા એંક્સચેંજ ઓફર જોડીને ૪૫,૦૦૦ રુપિયા સુધીની છૂટનો ફાયદો ઉઠાવી શકે છે. ગ્રાહકોને આ લાભ બધા જ મેન્યુઅલ અને ATMવેરિએન્ટમાં મળશે.

જે ગ્રાહકોને મારુતીની Celerioકાર ખૂબ પસંદ છે. તેમની માટે પણ ખુશખબરી છે. કારણકે તેમાં પણ ૪૫,૦૦૦ રુપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. તેના પેટ્રોલ મૈન્યુઅલ વેરિએન્ટમાં ૨૦,૦૦૦ રુપિયા કેશ ડિસ્કાઉન્ટ અને ૨૫,૦૦૦ રુિ૫યાનું એકચેન્જ બોનસ આપવામાં આવી રહ્યુ છે. તેના ATMવેરિએંટમાં ગ્રાહકોને ફક્ત ૧૫,૦૦૦ રુપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળશે. પરંતુ એંક્સચેન્જ બોનસ ૨૫,૦૦૦ રુપિયાનું જ મળશે.  સાથે જ ગાડીના CNG વેરિએંટસમાં સ્ટિકર પ્રાઇઝ પર ૪૦,૦૦૦ રુપિયા સુધીના ડિસ્કાઉન્ટનો ફાયદો ગ્રાહકોને મળશે.

હવે મારુતિની સૌથી વધારે પોપ્યુલર અને બેસ્ટ સેલર ગાડી એટલે કે Swiftની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને ૩૦,૦૦૦  રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. ધ્યાન રાખજો ડિસ્કાઉન્ટની કિંમત અલગ-અલગ શહેરોના હિસાબે બદલી શકે છે. જે અહીંયા આપેલી કિંમતો સાથે મળતી ના હોય. અહીંયા આપેલી બધી કિંમત એક્સ- શો ‚મ દિલ્લીની કિંમતે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.