Abtak Media Google News

આજથી શરૂ થનાર કુદરતનાં સફાઇ કામદારો ગણાતા ગીધની વસ્તી ગણતરીનો અંદાજ શરૂ થઇ રહ્યો છે. જે તા. 9 અને 10 જુન એમ બે દિવસ ચાલશે. પરંતુ સરકાર લુપ્ત થતા ગીધને બચાવવામાં સદંતર નિષ્ફળ ગઇ છે. 2005થી લઇ 2016 સુધીમાં 78 ટકા ગીધની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ વખતની ગણતરીમાં પણ ગીધની સંખ્યામાં ઉતરોતર ઘટાડો નોંધાય એવી શક્યતાઓ છે.

વન વિભાગ ગીર ફાઉન્ડેશન, પક્ષી વિદ્દોની મદદથી ગીધની વિવિધ પ્રજાતીઓની રાજ્યવ્યાપી વસ્તી અંદાજની કામગીરી તા. 9 અને 10 જુન 2018 એમ બે દિવસ ચાલશે. જેમાં ગુજરાતમાં માત્ર 4 જ પ્રજાતીનાં ગીધની ગણતરી હાથ ધરાશે. આ 4 પ્રજાતિમાં સફેદ પીઠ ગીધ, ગીરનારી ગીધ, ખેરો અને રાજગીધની ગણતરી હાથ ધરાશે.

પરંતુ 2005થી 2016 સુધીની તમામ ગણતરીમાં ઉત્તરોતર ગીધની સંખ્યામાં સતત ઘટાડો જ નોંધાતો આવ્યો છે.જેમાં સફેદ ગીધની વસ્તીમાં 2005થી લઇ 2016 સુધીમાં 78 ટકા ઘટાડો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.