Abtak Media Google News

પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખતાં માનનીય રેલમંત્રી શ્રી પિયુષ ગોયલની પહેલથી અમદાવાદથી ઉપડતી 19420/19419 અમદાવાદ-ચેન્નઈ એક્સપ્રેસ, 12947/12948 અમદાવાદ-પટણા અઝીમાબાદ એક્સપ્રેસ તથા 19107/19108 અમદાવાદ-ઉદ્યમપુર જન્મભૂમિ એક્સપ્રેસને પરંપરાગત રેકને બદલે નવા અત્યાધુનિક એલએચસી રેક થી દોડાવાશે.

જેથી ટ્રેન નં. 19420/19419 અમદાવાદ-ચેન્નઈ એક્સપ્રેસમાં 14 જુલાઇથી તથા  ચેન્નઈથી 15 જુલાઇથી એલ એચ બી રેક લાગશે.  એ જ પ્રમાણે ટ્રેન નં. 19107/19108 અમદાવાદ-ઉદ્યમપુર જન્મભૂમિ એક્સપ્રેસ તા. 11 જુલાઈથી અમદાવાદથી તથા 16 જુલાઇથી ઉદ્યમપુરથી એલએચબી રેક પર દોડશે. ટ્રેન નં. 12947/12948 અમદાવાદ-પટણા અઝીમાબાદ એક્સપ્રેસનું તા. 16 જુલાઈથી અમદાવાદથી તથા 18 જુલાઇથી પટણાથી નવા અત્યાધુનિક રેકથી દોડાવવામાં આવશે. નવા અને અત્યાધુનિક ટેકનીકથી બનેલા આ કોચોથી પ્રવાસીઓની સફર આરામદાયક બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.