Abtak Media Google News

વડાપ્રધાન મોદી હાલ ઇન્ડોનેશિયાના જકાર્તામાં પહોંચ્યા છે. અહીંયા તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું. મોદીએ કહ્યું, “આખી દુનિયા તમારી તરફ ગર્વથી જોઇ રહી છે એ જ બદલાયેલું હિંદુસ્તાન છે.” મોદીએ એમ પણ કહ્યું કે, ભારતમાં 30 દિવસના પ્રવાસ માટે ઇન્ડોનેશિયાના નાગરિકોને ફ્રી વિઝા આપવા માટેની વ્યવસ્થા અમે કરાવી રહ્યા છીએ. મોદીએ કહ્યું, “તમે તમારા ભારતીય મૂળ પ્રત્યે પણ એટલા જ પ્રતિબદ્ધ છો જેટલા તમે ઇન્ડોનેશિયા માટે છો. તમારામાંના મોટાભાગના લોકો ઇન્ડોનેશિયન છે પરંતુ ભારત તમારા હૈયે વસે છે.”


ભારતની મજબૂત ઓળખ બની

મોદીએ કહ્યું, “એક એ પણ તબક્કો હતો જ્યારે તમારા પૂર્વજોએ ભારત છોડવું પડ્યું હતું. એક આજનો સમય છે, જ્યારે દુનિયાભરમાં ભારતની મજબૂત ઓળખ બની છે.”દુનિયાનો દરેક નાગરિક તમારી સામે ગર્વથી જોવે છે, તમે છાતી ટટ્ટાર રાખીને ચાલી રહ્યા છો, આ જ બદલાયેલું ભારત છે.””છેલ્લાં 4 વર્ષોમાં ભારતે દુનિયાની અર્થવ્યવસ્થાને આગ વધારવામાં યોગદાન આપ્યું છે. ભારતમાં રેકોર્ડ સ્તરે વિદેશી રોકાણ થઇ રહ્યું છે. ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ લગભગ 300 બિલિયન ડોલરથી વધીને 400 બિલિયન ડોલરની પાર પહોંચી ગયું છે.ગ્લોબલ ઇન્વેસ્ટમાં ભારત 21 અંક આગળ આવ્યું છે. છેલ્લા 14 વર્ષોમાં પહેલીવાર મૂડીઝે ભારતની ક્રેડિટ રેટિંગમાં સુધાર કર્યો છે. મૂડીઝે, મોદીએ નહીં. ભારતને દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે, તે જ રીતે ઇન્ડોનેશિયામાં પણ લોકતંત્રના મૂળિયાં ઘણા મજબૂત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.