Abtak Media Google News

રાજકોટ-મોરબીના ૧૧૦  જેટલા બાળકોએ સારવારનો લાભ લીધો

સૌરાષ્ટ્રના દર્દીઓ માટે પાટનગર સમાન રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે જુદા જુદા ટ્રસ્ટો દ્વારા બાળરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેરેપટેટ પાલ્ટી પીડીતા દર્દીઓ માટે નિ:શુલ્ક તપાસ અને જરુરીયાત મંદ દર્દીઓને ભચાઉ સર્જરી માટેની નીશુલ્ક સારવાર આપવામાં આવી છે. કેમ્પમાં મુંબઇના પેડીયેટીક ઓથોપેડીક સર્જન અને સીવીલના તબીબો દ્વારા રાજકોટ ખાતે મોરબીના કુલ ૧૧૦ જેટલા દર્દીઓની તપાસ થઇ હતી.2 88અબતક સાથેની વાતચીતમાં સીવીલ સુપ્રીટેન્ડેડ ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે સેરેપરેટ પાલ્સીથી પિડાતા બાળકોનો કે જેનમાં જેની જરુરીયાત હશે તેમને જુદા પાડવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગર્વમેન્ટ ગુજરાતની સાથે વેગડ વાઇલ ફેર ટ્રસ્ટ, ઇન્ડિય સોસાયટી ઓફ પીડીયાટીક ઓર્થોપેડીકલ અને મુસ્કાન ટ્રસ્ટ એ ત્રણેય ટ્રસ્ટનો સહયોગ પ્રાપ્ત થયો છે. કુલ ૧૧૦ દર્દીઓ રજીસ્ટર થયા છે.

તેમાંથી જે કોઇ દર્દીઓને સર્જરીની જરુર હશે તેઓને ભચાઉમાં વેગડ- વાગડ ટ્રસ્ટમાં નિ:શુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. સાથે જવા આવવાની પણ સગવડ પણ ગર્વમેન્ટ ઓફ ગુજરાત તરફથી અત્રેથી કરી આપવામાં આવશે. અને આ રીતે રાજકોટ અને મોરબી બે જીલ્લાઓને સમાવેશ કરી ભવિષ્યમાં આ રીતે વધુને વધુ જીલ્લાઓનો સમાવેશ કરી અને આરીતની ચેરીટેબલ પ્રવૃતિ અને સેરપરેટ પાલ્સીના લોકો માટે એક આશા બનાવી રહ્યા છીએ.5 31પાલ્સી એક જન્મજાત રોગ છે જેની અંદર બાળક છે એ પંગુતા ધરાવે છે અને તેને ચાલવા, બોલવામાં અને સમજવામાં તકલીફ  પડતી હોય છે. જે પૈકી તેને સારવાર માટે મુંબઇથી પેડીપેટીક ઓર્થોપેડીક સર્જન આવેલા છે. પી.ડી.યુ. હોસ્પિટલના ડો. આકાર માકડીયા પણ હાજર છે. કુલ ચાર સર્જન આજરોજ પોતાની સેવાઓ આપી રહયા છે. સૌરાષ્ટ્રભરમાં અનેક દર્દીઓ છે પરંતુ રાજકોટ મોરબી જીલ્લામાં ૧૧૦ દર્દીઓ રજીસ્ટર થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.