Abtak Media Google News

સેબીનાં પ્રતિનિધિઓ, ન્યાયમૂર્તિ, ચેમ્બર તથા સ્ટોક એકસચેંજના પ્રમુખ, માજી સાંસદ સહિતના મહાનુભાવોનું માર્ગદર્શન અને મંતવ્યો

સમયમાં નિરાશ અને નિરાધાર ગ્રામ્યજનોને નવો રાહ ચિંધવા અને જીવન જીવવાનો નવો મંત્ર આપવાનાં શુભ હેતુથી શ્રીમતિ રમાબેન માવાણીની ટીમ વારા આ વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. ગ્રામ્યજનોને આ વેબીનારમાં જોડાવા ખાસ આહવાન આપવામા આવે છે.

Advertisement

આગામી તા.૨૯ ઓકટોબર ૨૦૨૦ ગુરૂવારના બપોર બાદ ૪ કલાકથી સેબી, મુંબઈ રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ તથા જાગૃત્તિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ દ્વારા વિડિઓ કોન્ફરન્સનાં માધ્યમથી વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. આ માર્ગદર્શન નાણા રોકાણકારોને વિનામૂલ્યે આપવામાં આવનાર છે.

વેબીનારમાં સેબી મુંબઈ અને અમદાવાદના પ્રતિનિધિઓ, ન્યાયમૂર્તિ એન.એમ. ધારાણી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ વી.પી. વૈશ્ર્નવઆરકેડીયા શેર માર્કેટનાં ડાયરેકટર સુનિલભાઈ શાહ, સ્ટોક એકસચેંજના પ્રમુખ હસમુખભાઈ બલદેવ, રમાબેન માવાણી (માજી સંસદ), અશોકભાઈ કોયાણી, કાર્તિકભાઈ બાવીસી, પૂર્વીબેન દવે, વિરલભાઈ પીપળીયા તેમજ જી.એન.ગગલાણી વિગેરે મહાનુભાવો માર્ગદર્શન આપશે.

વેબીનારમાં જોડાનાર શ્રોતાઓ પોતાના પ્રશ્ર્નો કે સમસ્યાઆ અંગે વેબીનાર દરમ્યાન માર્ગદર્શન માંગી શકશે અગર અગાઉથી પોતાના પ્રશ્ર્નો અમોને વોટસઅપ મો.નં. ૯૪૨૬૨ ૦૧૬૧૧. ૭૦૧૨૧ ૩૧૮૭૨, ૯૮૯૮૩ ૯૮૦૩૫, ૯૮૨૪૨ ૮૨૧૬૧ ઉપર ગમે ત્યારે મોકલીશકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.