Abtak Media Google News

ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્‍યાણ સંઘ-વિસનગર જિ. મહેસાણાના સંસ્‍થાપક અને મેનેજીંગ ટ્રસ્‍ટીશ્રીની એક યાદીમાં જણાવાયું છે કે, સમાજ સુરક્ષા માન્‍ય વિકલાંગ તાલીમ સહ ઉત્‍પાદન કેન્‍દ્રમાં દિવ્‍યાંગોને  (૧) કોમ્‍પ્‍યુટર (એમએસ ઓફિસ, ડેટા એન્‍ટ્રી, ટેલી, એકાઉન્‍ટ, ડીટીપી), (૨) શિવણ (૩) સ્‍ક્રીન તથા ઓફસેટ પ્રિન્‍ટીંગ કામ, (૪) બુક બાઇન્‍ડીંગ, (૫) સંગીત, (૬) ફાઇલ મેકીંગ, (૭) ઓટો રિપેરીંગ, (૮) વલ્‍કેનાઇઝ, (૯) બેટરી ચાર્જિંગ એન્‍ડ સર્વિસીસ, (૧૦) બેઝિક રેફ્રિજરેશન એન્‍ડ એર કન્‍ડીશનર, (૧૧) રેડિયો એન્‍ડ ટીવી, મોબાઇલ રિપેરીંગ, (૧૨) એલસીડી, એલઇડી રિપેરીંગ, (૧૩) આર્મેચર કોયલ રિવાઇન્‍ડીંગ (૧૪) ગૃહવિજ્ઞાન એન્‍ડ બ્‍યુટી પાર્લરની તાલીમમાં વિનામૂલ્યે જુન-૨૦૧૮થી પ્રવેશ આપવાનું ચાલુ છે.

મંદબુધ્ધિના બાળકોની નિવાસી શાળામાં પ્રવેશ અપાવવા ઇચ્‍છતા વાલીઓએ સંસ્‍થાનો રૂબરૂ સંપર્ક કરવો. ઉચ્ચ અભ્‍યાસ કરવા ઇચ્છતા વિકલાંગ વિદ્યાર્થીઓને છાત્રાલયમાં નિઃશુલ્‍ક પ્રવેશ આપવામાં આવશે. સંસ્‍થામાં ચાલતા સ્‍વરોજગારીના આઇટીઆઇ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર તાલીમાર્થીઓમાંથી પુરૂષ તાલીમાર્થીઓને માસિક રૂ.૫૦૦/- અને કોમ્‍પ્‍યુટર અને શિવણના મહિલા તાલીમાર્થીઓને રૂ.૨૫૦૦/-નું સ્ટાઇપન્‍ડ આપવામાં આવશે.

વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. તાલીમ, શિક્ષણ અને નિવાસની સુવિધા મેળવવા ઇચ્‍છતા દિવ્‍યાંગ ભાઇ-બહેનોને પ્રવેશ મેળવવા માટે પોતાના અસલ તેમજ ઝેરોક્ષ સહિતના ડોક્યુમેન્‍ટ સાથે ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્‍યાણ સંઘ, વિસનગર-વિજાપુર હાઇવે, બાજીપુરા પાટીયા પાસે, મુ. કુવાસણા, તા.વિસનગર જિ. મહેસાણા (ફોન નં. ૦૨૭૬૫-૨૮૧૨૧૦) સમય સોમવાર થી શનિવાર બપોરે ૧૨ થી સાંજે ૫ કલાક સુધી રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.