Abtak Media Google News

બ્રહ્મસમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ જ્ઞાતિ રત્નોનું મોમેન્ટો આપી સન્માન કરાયું

સુરેન્દ્રનગરનાં લીંબડી ખાતે લીંબડી તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ નો ચતુર્થ પારિતોષિક અને સન્માન સમારોહ આયોજીત થયો હતો.લીંબડી ઔદીચ્ચ બ્રાહ્મણ જ્ઞાતિ ની  વાડી માં આયોજિત આ સમારંભ માં વિશાળ સંખ્યા માં તાલુકા ના બ્રહ્મ પરીવારો એકત્રિત થયાં હતાં..ત્રીજા ધોરણ થી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચેલ તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું મોમેન્ટો અને રોકડ પુરસ્કાર થી સન્માન કરી શુભેચ્છાઓ આપવામાં આવી હતી..ઉપરાંત કેટલાક વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યા હતા.

ચૈતન્ય શંભુમહારાજ ની પ્રેરક ઉપસ્થિતિ હતી.શ્રી ભાસ્કરભાઈ ડી.જોશી પરિવારે પારિતોષિક અને બ્રહ્મભોજન ના દાતા તરીકે સેવા આપી હાજરી આપી હતી.શ્રી અનિલભાઈ શુક્લ અને બેનશ્રી ધારિણી બેન શુકલ અને શ્રી નરેન્દ્રભાઇ એસ.દવે એ  હુંફાળી હાજરી આપી અને વિદ્યાર્થીઓ માટે ઉમદા ઇનામો ની જાહેરાત કરી હતી.કાર્યક્રમ ને સફળ બનાવવામાં પ્રમુખશ્રી ભરતભાઈ કે.દવે,દેવવ્રતભાઈ એચ.રાવલ,જનકભાઈ વાય.વ્યાસ,હરેશભાઇ જી.પંડ્યા,અને કારોબારી સમિતિ તેમજ યુવાપાંખ ના પ્રમુખશ્રી જતીન એસ.ત્રિવેદી,તેજસ એચ.રાવલ,ધ્રુમિલ ડી.રાવલ અને વિનય પી. દવે  તથા બહેનો  નો સમર્પિત ફાળો રહ્યો હતો..કાર્યક્રમ નું શાબ્દિક સંચાલન શ્રી કેતનભાઈ કે.વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.