Abtak Media Google News

લાલપુર, બોટાદ, પોરબંદર અને કચ્છના ભચાઉમાં ૧.૬ થી લઈ ૩ની તીવ્રતાના આંચકા અનુભવાયા

છેલ્લા ઘણા દિવસોથી ભુકંપના આંચકાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભુકંપનાં ચાર આંચકા અનુભવાયા હતા. લાલપુર, બોટાદ, પોરબંદર અને કચ્છના ભચાઉમાં ૧.૬ થી લઈ ૩ની તિવ્રતાના આંચકા અનુભવાયા હતા.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે ૧૨:૪૫ વાગ્યે જામનગરના લાલપુરથી ૩૩ કિલોમીટર દુર સાઉથ સાઉથ વેસ્ટ ખાતે ૧.૬ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ સાંજે ૬:૩૪ કલાકે બોટાદથી ૩૬ કિલોમીટર દુર ૧.૭ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ સાંજે ૭:૧૬ કલાકે પોરબંદરથી ૩૨ કિલોમીટર દુર નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે ૩.૦ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ ૭:૪૫ વાગ્યે કચ્છના ભચાઉથી ૨૪ કિલોમીટર દુર ૧.૬ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો જોકે ત્યારબાદથી આજ વહેલી સવાર સુધી ભુકંપના કોઈ આંચકા નોંધાયા નથી. વારંવાર આવતા ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે જોકે આંચકા બહુ સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.