Abtak Media Google News

કારખાનાના પૂર્વ કર્મચારીએ ડુપ્લીકેટ ચાવી બનાવી સાગરિતો સાથે ચોરી કરવા જતાં કારખાનેદારે ઝડપી પોલીસ હવાલે કર્યો

કોઠારિયા રોડ પર આવેલા બાલાજી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા પૃથ્વી સબમર્શીબલ પંપ નામના કારખાનામાં ચોરી કરવા ઘુસેલા ચાર તસ્કરોને કારખાનેદારે રંગે હાથ ઝડપી પોલીસ હવાલે કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચંદ્રેશનગરમાં રહેતા અને બાલાજી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પૃથ્વી સબમર્શીબલ પંપનું કારખાનું ધરાવતા ભાવેશભાઇ ચીમનભાઇ ભંડેરીએ પોતાના કારખાનામાં ચોરી કરવા ઘુસેલા નરેન્દ્ર મગન ડોબરીયા, પપ્પુ રામકુમાર શાહુ, સંજયકુમાર ધ્યાનપ્રસાદ શાહુ અને નૈમિશ અશોકકુમાર પાટીલ નામના શખ્સોને ઝડપી આજી ડેમ પોલીસ હવાલે કર્યો છે.

ભાવેશભાઇ ભંડેરીનું ગઇકાલે બુધવાર હોવા છતાં રાતે લાઇટ ચાલુ હોવાથી તેમના સંબંધીએ રાતે કામ ચાલુ છે તે અંગે પૂછપરછ કરી જાણ કરતા ભાવેશભાઇ ભંડેરી પોતાના સંબંધીઓ સાથે કારખાને દોડી ગયા હતા. ત્યારે પૂર્વ કર્મચારી નરેન્દ્ર ડોબરીયા સહિત ચાર શખ્સો રિક્ષા અને બાઇક લઇ કારખાનામાં ચોરી કરવા આવ્યાનું બહાર આવ્યું હતું.

નરેન્દ્ર ડોબરીયા કારખાનામાં કામ કરતો હતો ત્યારે તેને દરવાજાની ડુપ્લીકેટ ચાવી બનાવી લીધા બાદ છુટો થઇ ગયા બાદ પપ્પુ રામકુમાર, સજંયકુમાર શાહુ અને નૈમિષ પાટીલની સાથે મળી કારખાનામાં ચોરીનો પ્લાન બનાવી રિક્ષા અને બાઇક લઇ કારખાનામાં ગયા બાદ બહારથી દરવાજાને તાળુ લગાવી રૂ.૧,૩૨, ૫૦૦ની કિંમતની ૨૬.૫૦ કિલો કાસ્ટીંગનો માલ ચોરી રિક્ષામાં ભાગે તે પહેલાં ઝડપી આજી ડેમ પોલીસ હવાલે કરતા હેડ કોન્સ્ટેબલ કનકસિંહે તપાસ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.