Abtak Media Google News

મોરબીના શક્તિ સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલ બે મહિલાઓ અને બે પુરુષોને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા.

જાણવા મળ્યા મુજબ શક્તિ સોસાયટીમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવીઝન પોલીસે દરોડો પાડી (૧) જુસબ ઉર્ફે જુસો મામદભાઇ મોવર મિયાણા ઉવ- ૫૧ (૨) રમેશભાઇ હિરાભાઇ સવસેટા આહિર ઉવ- ૨૮ (૩) ભાવેશ્વરીબેન વા/ઓ મનોજભાઇ મોદીભાઇ કારીયા લુવાણા ઉવ- ૪૫ (૪) પ્રેમીલાબેન વા/ઓ જુસબભાઇ મામદભાઇ મોવર મિયાણા ઉવ- ૪૯ રહે. બધા ઇન્દીરાનગર મોરબી વાળાને રંગે હાથ ઝડપી લીધા હતા.

વધુમાં આરોપીઓ જાહેરમા ગંજીપાના વડે જુગાર રમતા હોય પોલીસે રોકડા રૂ. ૧૧,૫૦૦/- જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.