Abtak Media Google News

મંત્રી પરબત પટેલ, હસમુખ પટેલ, રતનસિહ રાઠોડ અને ભરતસિંહ ડાભીએ રાજીનામું આપતા ગૃહમાં ભાજપની સભ્ય સંખ્યાબળ ફરી બે અંકોમાં

તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવી સંસદ સભ્ય બનેલા ભાજપના ચાર ધારાસભ્યોએ બંધારણના નિયમ મુજબ આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને સુપ્રત્ર કર્યો હતો. આ સાથે ગૃહમાં ફરી ભાજપનું સંખ્યાબળ ઘટીને બે અંકોમાં પહોચી ગયું છે.

ધારાસભ્ય ભરતસિંહ ડાભી, હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ, પરબત પટેલને ભાજપને લોકસભાની ચૂંટણીમાં અનુક્રમે પાટણ, અમદાવાદ પૂર્વ, પંચમહાલ તથા બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમં ઉતર્યા હતા આ ચારેય ધારાસભ્યનો લોકસભામાં જંગી લીડથી વિજય થયો હતો બંધારણના નિયમ મુજબ કોઇ એક વ્યક્તિ ધારાસભ્ય અને સંસદ સભ્ય એમ બે પદ ચાલુ રહી શકે નહી એક પદ ચૂટાયા બાદ બીજા પદ પર તેઓ જવાબદારી અદા કરતા હોય તો ૧૪ દિવસની અંદર કોઇ પણ એક પદ પરથી રાજીનામું આપવુ ફરજીયાત છે. ગત તા. ૨૩ મેના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. દરમિયાન ભાજપના ચારેય સાંસદ બનેલા ધારાસભ્યોએ પોતાનું સંસદનું પદ ચાલુ રાખ્યું હતું અને ધારાસભ્ય પદેથી વિધિવત રીતે રાજીનામું આપ્યું હતું આ ચાર બેઠક માટે આગામી દિવસો માટે પેટાચૂંટણી યોજવામાં આવશે

ચાર ચાર ધારાસભ્યના રાજીનામાં બાદ ગૃહમાં ભાજપનું સંખ્યાબળ ઘટી ફરી ૧૦૩થી ઘટીને ૯૯ પર પહોચી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.