Abtak Media Google News

અમદાવાદના વતની વિનોદભાઇ પટણી કોટક મહેન્દ્ર ઇન્સ્યુરન્સ કંપની પાસેથી રાજકોટની ઓફીસેથી એજન્ટ મારફત વિમો લીધેલો હતો. સદરહુ પોલીસી કુલ રૂ ૯ લાખની હતી.

સીતાબેન પટણીના પતિને છાતીમાં દુ:ખાવો થતા મૃત્યુ થયેલ. પરંતુ ફરીયાદી પોતે ખુબ જ આધાતમાં હોય, પોતાના પતિનું પી.એમ. કરાવેલ ન હતું. કલેઇમ ફોર્મ ભરી અને જરુરી દસ્તાવેજો આપી વિમા કંપની પાસે પોતાના પતિના મૃત્યુ અંગેની કોઇ કલેઇમની ચુકવણીની રજુઆત કરેલી.

પરંતુ વિમા કંપનીએ ફરીયાદીએ પ્રપોઝલ ફોર્મમાં મહત્વની વિગતો છુપાવેલ છે. અને ખોટી રજુઆત કરેલ છે. તેવા કારણોસર ફરીયાદીનો કલેઇમ રદ કરેલ.

ફરીયાદીના એડવોકેટ એફીડેવીટ રજુ કરેલી. અને લેખીત દલીલો તથા નેશનલ ફોરમના અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી વિમા કંપની પોતાનો બચાવ સાબીત કરવા નિષ્ફળ ગયેલ છે. તેવી રજુઆત કરી વળતરની પોલીસી મુજબ ચુકવવા દલીલ કરી હતી.

ફરીયાદીને વિમા પોલીસી મુજબ વળતરની રકમ રૂ નવ લાખ ૬ ટકાના વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલો છે. સદરહુ કેઇસમા ફરીયાદી વતી ધારાશાસ્ત્રી સંજય નાયક રોકાયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.