અબડાસા, ધારી, કરજણ, કપરાડા બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ભર્યા ફોર્મ

આગામી તા.૯મી નવેમ્બરે ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો માટે પેટા ચુંટણી યોજાનાર છે. ત્યારે અબડાસા, ધારી, કરજણ અને કપરાડા બેઠક પરથી ભાજપના ઉમેદવારીએ આજરોજ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ફોર્મ ભરાયા બાદ તમામ ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરોએ આવકારી  અભિનંદન પાઠવ્યા હતા.

વિધાનસભાની ૮ બેઠકો માટે પેટા ચુંટણી યોજાનાર છે. જે અંતર્ગત આજરોજ ચાર ઉમેદવારોએ ભાજપમાંથી ફોર્મ ભર્યા છે. વડોદરા જિલ્લાની કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે કરજણ નગરપાલિકા ખાતે ફોર્મ ભર્યુ હતું.

ધારી બેઠક પરથી તાજેતરમાં ભાજપમાં જોડાયેલા જે.વી. કાકડીયાએ પ્રાંત અધિકારી સમક્ષ ફોર્મ ભર્યુ હતું. કપરાડા બેઠક પરથી જીતુભાઇ ચૌધરીએ તો અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

જે જે બેઠક પર આજરોજ ભાજપના ઉમેદવારીએ ફોર્મ ભર્યા હતા ત્યાં મોટી સંખ્યામાં કાર્યકારી ઉમટી પડયા હતા અને ઉમેદવારોને આવકારી ચુંટણી જીતવા અભિનંદન પાઠવ્યા હતા. હજુ આગામી દિવસોમાં અન્ય ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો તો કોંગ્રેસના પણ તમામ ઉમેદવારો ફોર્મ ભરશે.

જયારથી પેટા ચુંટણીની જાહેરાત થઇ હતી ત્યારથી જ સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ તો તેઓના જંગી કાર્યકરો સાથે વિજય તિલક સહિતની પુજા અર્ચના કર્યા બાદ ચુંટણી કાર્યાલય ખાતેથી કરજણ નગરપાલિકા ખાતે ઉમેદવારી પત્ર ભરવા પહોચતા હતા.

Loading...