Abtak Media Google News

રજીસ્ટ્રેશન અનિવાર્ય: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

એસ.વી. વિરાણી સ્કુલ એલ્યુમની એસો.ના નેજા હેઠળ વિરાણી સ્કુલના ભૂતપૂર્વ વિઘાર્થીઓ દ્વારા ગુરુ શિષ્ય સ્નેહ મિલન કાર્યક્રમ છેલ્લા કેટલાક વર્ષોથી હર્ષોલ્લાસ અને અમારા ગુરુજનો પ્રત્યે ઋણ અને આદરભાવથી ઉજવીએ છીએ.

આ વષે ગુરુ-શિષ્ય સ્નેહ મિલન અને ભોજન સમારંભનું આયોજન શ્રી એસ.વી. વિરાણી સ્કુલ, મઘ્યસ્થ ખંડ, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે તારીખ ૬ જાન્યુ. ૧૯ ને રવિવારના રોજ સાંજે પ કલાકે યોજાશે.

ઉપરોકત કાર્યક્રમમાં સ્કુલમાં છેલ્લા પ૦ વર્ષમાં ભણી ગયેલ ભૂતપૂર્વ વિઘાર્થીઓ બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહી.ગુરુજનો પ્રત્યેનો પોતાનો ઋણ  આદરભાવ વ્યકત કરે છે.

આજના કોમર્શિયલ યુગમાં અમારા આ નાના અને નમ્ર પ્રયત્નથી ગુરુશિષ્ય સ્નેહ મિલન બાબત સમાજને થોડી પણ પ્રેરણા મળશે. તો અમને ખુબ આનંદ થશે. કાર્યક્રમમાં હાજરી આપવા ઇચ્છતા તમામ ભૂતપૂર્વ વિઘાર્થીઓએ પોતાના નામ-નંબર માટે સંપર્ક કરી ભોજન પાસ તા. ૪-૧-૧૯ ને શુક્રવાર સુધીમાં મેળવી લેવા સ્નેહમિલનને સફળ બનાવવા અનિલ ટાંક, સંજયભાઇ તંતી, દિપક લાઠીયા, ધર્મેશ પરસાણા, દિપક મોદી, હાર્દિક સિયાણી, સોહીલ લીંબાસીયમ- (મો. નં. ૯૯૭૮૯ ૧૮૭૧૧), રાહુલ જાદવ (મો.નં. ૯૯૨૪૪ ૪૧૪૧૩) ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.