Abtak Media Google News

શું પાકિસ્તાનમાં અંધાધૂંધી?

મુશર્રફના વકીલને છેલ્લી દલીલ રજૂ કરવા આગામી તા.૨૬ સુધીનો સમય અપાયો

પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફને દેશદ્રોહના કેસમાં ફાંસીના માંચડે લટકાવવામાં આવે તેવી શકયતા છે. પાકિસ્તાનના સર્વેસર્વા વા ઈચ્છતા વધુ એક બાહુબલીનો અંત કરુણ થાય તેવી ધારણ છે. પાકિસ્તાનના પૂર્વે જનરલ પરવેઝ મુશર્રફ સામે રાજદ્રોહના કેસમાં આગામી ૨૮ નવેમ્બરે ચુકાદો આવશે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ની ગત સરકારે ૨૦૧૩માં સેનાના પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફ સામે રાજદ્રોહનો મામલો નોંધાવ્યો હતો. મુશર્રફ ઉપર ૩ નવેમ્બર ૨૦૧૭ના રોજ આપાતકાલ લાગુ કરવાનો આરોપ છે.

પાકિસ્તાનના જસ્ટીસ વકાર અહેમદ શેઠની અધ્યક્ષતાવાળી ૩ સદસ્યોની ખંડપીઠે પરવેઝ મુશર્રફ મામલે સુનાવણી કરી હતી. જેનો ફેંસલો ૨૮ નવેમ્બરે આવશે. જો કે તા.૨૬ સુધીમાં પરવેઝ મુશર્રફના વકીલને અંતિમ દલીલ રજૂ કરવાનો સમય અપાયો છે. અહીં નોંધનીય છે કે, પાકિસ્તાનના રાજકારણીઓનો અંત ખુબજ ખરાબ હોય છે. ભૂતકાળમાં બેનર્જીર ભુટ્ટો હોય કે વર્તમાનના નવાઝ શરીફ, પાકિસ્તાનની કમાન સંભાળી ચૂકેલા નેતા સામે કોઈના કોઈ રીતે પગલા લેવાઈ જાય છે. અત્યારે ઈમરાન સરકાર સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઈમરાન ખાનની સરકારે પરવેઝ મુશર્રફ સામેના ચુકાદાી અસર પહોંચી શકે તેવી શકયતા છે.

પાકિસ્તાની કોર્ટના ચુકાદાી પાકિસ્તાનમાં અંધાધૂંધી સર્જાય શકે તેવી દહેશત પણ નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે. નવાઝ શરીફ પોતાની તબીયતનું બહાનું આગળ ધરી પાકિસ્તાનમાંથી બહાર નીકળવાની પેરવીમાં હતા. હવે પાકિસ્તાનના પૂર્વ સેનાધ્યક્ષ સામે કાનૂનની લટકતી તલવાર છે. નોંધનીય છે કે, અગાઉ બેનર્જીર ભુટ્ટોની રાવલપીંડી ખાતે વર્ષ ૨૦૦૭માં હત્યા ઈ હતી. તેઓ પાકિસ્તાનના પ્રમ મહિલા પ્રધાનમંત્રી હતા. આવી જ રીતે પાકિસ્તાનના અન્ય એક તાનાશાહ મોહમદ જીયા ઉલ હક્કનું મોત પણ પ્લેન દુર્ઘટનામાં થયું હતું. એકંદરે પાકિસ્તાનમાં સર્વેસર્વા બનવાનો પ્રયાસ કરનાર દરેક રાજકારણીઓનો અંત કરુણ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.