જયંતી ભાનુશાલી હત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને મળ્યા ‘જામીન’

કોર્ટ કાર્યવાહીમાં દખલ ન કરવાની શરતે આપ્યા જામીન : નીચલી કોર્ટમાં પાસપોર્ટ જમા કરવાનો આદેશ

ગુજરાતના જાહેર જીવન અને રાજકીય ક્ષેત્રે ભારે ચકચારી અને ખડભળાટ મચાવનારા પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં પુર્વ ધારાસભ્ય છબીલ પટેલની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં સોમવારે ગ્રાહ્ય રાખવામાં આવી હતી.પુર્વ ધારાસભ્ય છબીલ પટેલે સોમવારે હાઈકોર્ટમાં ભાજપના પુર્વ ધારાસભ્ય અને પોતાના રાજકીય હરીફ જયંતિ ભાનુશાલીની હત્યામાં થયેલી ધરપકડના બરાબર એક વરસ પછ જામીન માટેની કરેલી અરજી સોમવારે મંજુર કરવામાં આવી હતી. હાઈકોર્ટના ન્યાયમુર્તિ વિપુલ પચોલીએ છબીલ પટેલને રૂ. ૧૦,૦૦૦ ના વ્યકિતગત જામીનના અવેજમાં મુકત કરવાના આદેશો કર્યા હતા. કોર્ટે આ કેસમાં કોઈપણ પ્રકારની દખલ કે કોર્ટ કાર્યવાહીમાં દખલ કરવાની શર્તે જામીન આપી સંબંધિત સંક્ષમ અધિકારીઓની મંજુરી વગર દેશને છોડવાની તાકિદ અને પાસપોર્ટે નિચલી કોર્ટમાં જમા કરવવાની શરતે જામીન અરજી મંજુર કરી હતી.

છબીલ પટેલને ગયા વર્ષે માર્ચ મહિનામાં અમદાવાદના વિમાનમથકેથી અમેરીકાથી આવતી વખતે પકડી લીધા હતા. છબીલ પટેલ ભાજપના પુર્વ ધારાસભ્ય જયંત ભાનુશાલીની હત્યાના થોડા દિવસો પહેલા જ મસહદ થઈને અમેરીકા ગયા હતા. આ હત્યાકેસની તપાસ કરના સી.આઈ.ડી. ક્રાઈમએ દાવો કર્યો છે કે છબીલ પટેલ પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીની હત્યાનું કાવતરૂ  ઘડવામાં આવીરૂ પ ભુમિકા ભજવી ચુકયા છે. આ કેસમાં છબીલ પટેલનો પુત્ર સિધ્ધાર્થ શુટર અને છબીલ પટેલના ફાર્મ હાઉસના બે ચોકીદારોને આ કેસમાં પકડી લેવામાં આવ્યા હતા. જયંતિ ભાનુશાલી ભાજપના પુર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ હતા. તેમને ગયા વર્ષે ૮ મી જાન્યુ. કચ્છ જિલ્લાના શામખાળી સ્ટેશન નજીક ચાલુ ટ્રેને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ બંને કચ્છના અબબાશા બેઠકના ધારાસભ્ય રહી રહ્યા હતા. પોલીસે એવો આક્ષેપ કર્યો હતો કે આ હત્યા આ બંને નેતાઓ વચ્ચે ચાલતી રાજકીય અઘવતના ભાગરૂ પે થઈ હોવાજ દાવો કર્યો હતો. એક વરસ સુધી જેલમાં રહ્યા બાદ છબીલ પટેલની જામીન મુકિતના પગલે ફરીથી આ રાજકીય હત્યાકેસ ચર્ચાના કેન્દ્રમાં આવ્યુ છે.

  • ગૃહમંત્રી સામે ૨૦૦૭માં ચૂંટણી આચારસહિંતા ભંગ કેસમાં સમન્સની બજાવણી સામે કોર્ટનો  સ્ટે

ચુંટણી આચારસંહિતા ભંગના કેસમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામેના સમન્સની બજવણી પર હાઈકોર્ટનો રૂ કજાવના આદેશ. ગુજરાત હાઈકોટર્ર્ સોમવારે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સામે ૨૦૦૭ની વિધાનસભાની ચુંટણી પ્રચાર દરમીયાન આચારસંહિતા ભંગની દાખલ થયેલી ખાનગી ફરીયાદના પગલે જારી થયેલા સમન્સ પર સ્ટે ઓર્ડર આપ્યો હતો.હાઈકાર્ટેના ન્યાયમુર્તિ એસએચ વોરોએ ગૃહમંત્રી જાડેજા સામે કાનુની કાર્યવાહી પર કમલ ૧૨૭એ(૧) અને ૧૨૭(૨) બી લોક પ્રતિનિધિ ધારા અનવયે આ કેસની નિચલી અદાલતમાં પ્રક્રિયા  પુરી થઈ જાય ત્યાં સુધી સ્થગિત કરી દીધી છે. જાડેજા સામે ખાનગી ફરીયાદીએ ચુંટણી અધિકારી સમક્ષ ૨૦૦૭ માં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ શાહે કરેીલ ફરીયાદના પગલે એફ.આઈ.આર. નોંધાવી હતી. પ્રકાશ શાહે જાડેજા સામે આક્ષેપ કર્યા હતા કે અસારવા વિધાનસભા મતક્ષેત્રમાં ચુંટણી દરમીયાન પ્રચાર પત્રિકામાં પ્રકાશકનું નામ લખ્યા વગર પ્રતિકાઆનેું વિતરણ કરીને ચુંટણી આચારસંહિતાનો ભંગ કર્યો હતો.આ પત્રિકાએ વર્ષે નવરાત્રી દરમીયાન જાડેજાના ફોટા સાથે મુખ્યમંત્રી નરેન્દ્રમોદી, પક્ષના ચિહન સાથે-સાથે અંબામાતાની મુર્તિ સાથેની આ પત્રિકા સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરીયાદને આધારે ૨૦૦૭ પોલીસને આ બનાવમાં આચારસંહિતા ભંગ થાય છે કે કેમ તેની તપાસ કરવા જણાવ્યુ પોલીસે પોતાના અભીપ્રાયમાં પડેતીએ બે સાક્ષીઓ કોર્ટમાં રજુ કર્યો હતા.

Loading...