હળવદ તાલુકામાં પશુ દવાખાના પુન જીવિત કરવા  રજૂઆત કરતા પૂર્વ મંત્રી

વર્ષ ૨૦૧૩માં હળવદ,ટીકર અને ચરાડવા ગામે આવેલ પશુ દવાખાનામાં ડોક્ટરની જગ્યા રદ કરી દેવાઈ હતી.!

હળવદતાલુકા માં છેલ્લા ૬ વર્ષથી પશુ ડોક્ટર ની જગ્યા રદ કરી દેવાઈ છે જે જગ્યા પુન જીવિત કરી કાર્યરત કરવા પૂર્વ મંત્રી કવાડિયા એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી ને પશુપાલકોના હિતમાં  લેખિતમાં રજૂઆત કરી માંગ કરી છે

હળવદ તેમજ તાલુકાના ટીકર અને ચરાડવા સહિત ત્રણેય ગામના પશુ દવાખા ના ને પુન જીવિત કરવા પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને પત્ર લખી માંગ કરી છે

પૂર્વ રાજ્યમંત્રી કવાડિયાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૨,૧૩,૧૪ના રોજ ગુજરાત સરકારના ઠરાવથી ત્રણેય પશુ દવાખાના બંધ થયેલ છે હાલમાં હળવદ ખાતે એક પણ પશુ ડોક્ટર નથી હળવદ તાલુકા નું પશુધન દોઢ લાખ જેટલું છે તેમજ તાલુકાના ખેડૂતો ખેતીની સાથે સાથે પુરક આવકનું પશુપાલન એ એટ  સાધન છે આથી આ મહામૂલ્ય પશુધન જ્યારે બીમાર પડે ત્યારે પશુ ડોક્ટર આસાનીથી નથી મળતા પરિણામે સારવારને અભાવે પશુઓ પીડાતા હોય છે તેમ જ ઘણી વખત તો પશુઓ જીવ ગુમાવતા હોય છે જેથી આ પ્રશ્નનું જેમ બને તેમ ઝડપથી નિરાકરણ કરવું જરૂરી છે એ માટે જીલ્લા પંચાયત તરફથી દરખાસ્ત કરેલ છે જે દરખાસ્ત ની ફાઈલ નિર્ણય અર્થે કચેરી ખાતે હોય આ અંગે હકારાત્મક નિર્ણય લઇ હળવદ તાલુકાના પશુપાલકોના હિતમાં નિર્ણય કરી આ પ્રશ્નનું નિરાકરણ કરવા જણાવાયું છે

પ્રાઈવેટ ડોક્ટરોને બખ્ખા, મન ફાવે તેવી ફિ વસુલ કરે છે.?

હળવદમાં પશુ ડોક્ટર ની જગ્યા રદ કરી દીધી હોવાના કારણે પ્રાઇવેટ પશુ ડોક્ટરો મન ફાવે તેવી ફી પશુપાલકો પાસેથી વસુલતા હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે ત્યારે વહેલી તકે ઉપરોક્ત ત્રણેય ગામો ના દવાખાને પુન જીવિત કરવા માં આવે તે જરૂરી છે

Loading...