વિદેશ વ્યાપારના પૂર્વ ડાયરેકટર ૨૦ કરોડની છેતરપિંડીમાં સીબીઆઈનાં સકંજામાં

72

ડીજીએફટી એ.કે.સિંઘની તપાસ બાદ અન્ય લોકોના નામો ખૂલે તેવી સંભાવના

ગાંધીનગર એન્ટીકરપ્શન સીબીઆઈ વિભાગ દ્વારા પૂર્વ જોઈન્ટ ડાયરેકટર જનરલ ફોરેનટ્રેડ ડીજીએફટી એ.કે.સિંઘ અને તેના અન્ય તપાસ દરમિયાન નામ ખૂલે તેઓ તમામ સામે કરોડો રૂપીયાના ભ્રષ્ટાચાર અને છેતરપીંડી કેસમાં ગૂનો નોંધાતા વહીવટી ક્ષેત્રે ખડભળાટ મચી ગયો છે.

ડીજીએફટીના પૂર્વ ડાયરેકટર એકે સિંઘ અને તેના મળતીયાઓએ પોતાના હોદાનો અને અધિકારનો દૂરૂપયોગ કરીને ક્રિસ્ટલક્રોપ પ્રોટેકશન નંદકિશોર અગ્રવાલ અંકુર અગ્રવાલ મોહિત ગોયેલ અને અજાણ્યાઓની ટોળીએ કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે.

ક્રિસ્ટલ કોર્પોરેશન પ્રોટેકશન પ્રાઈવેટ લીમીટેડની વડી કચેરી અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી છે સીબીઆઈએ આક્ષેપ કર્યો છે. કે આ કંપનીએ સરકાર સામે ટર્મીનલ એકસાઈઝ ડયુટીમાં ખોટા દાવાઓ નોંધાવીને સરકારને ૨૦૧૪-૧૫ દરમિયાન રૂપીયા ૨૦,૨૬,૬૪૪૯ની ખોટ કરાવી છે.

સીબીઆઈએ ડીજીએફટીના પૂર્વ જોઈન્ટ ડાયરેકટર એકે સિંઘ સામે કલમ ૧૨૦ બી, ૪૨૦ કલમ ૧૩ (૨), ૧૩ (૧) અને ૨૦૧૪-૧૫ દરમિયાન એકેસિંઘ જયારે અમદાવાદના ડીજીએફટીના જોઈન્ટ ડાયરેકટર હતા દરમિયાન તેમણે તેમના હોદાનો અને અધિકારનો ગેરફાયદો ઉઠાવી સરકારને ૨૦ કરોડથી વધુનો નુકશાન કરાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

સરકારના જવાબદાર વરિષ્ઠ અધિકારીઓ જ કરચોરોને મદદ કરતા હોય અને વાડ જ ચિભડા ગળવા લાગે તો રખોપીયો શું કરે ? સીબીઆઈએ એકે સિંઘ સામે કેસ કરીને આ કૌભાંડમાં અન્ય કોણ કોણ છે તેની તપાસ શરૂ કરી છે.

Loading...