Abtak Media Google News

૪૧ વર્ષથી રાજકારણમાં સક્રિય રહેનાર સુષ્માને કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ સ્વાસ્થ્ય સાથ આપતું નથી

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. સુષ્મા સ્વરાજે ઈંદોરમાં આ જાહેરાત કરી હતી તેમણે રાજકારણમાંથી સન્યાસ લેવા અંગે સ્વાસ્થ્યનું કારણ આગળ ધરી દીધું હતુ તેમણે જણાવ્યું કે આ પ્રકાનાં નિર્ણય પક્ષ દ્વારા કરવામાં આવે છે. પણ મે આગામી લોકસભાની ચૂંટણી નહી લડવાનું મન બનાવી લીધું છે. મહ્ત્વનું છે કે સુષ્મા સ્વરાજ વિદિશાથી લોકસભાના સંસદસભ્ય છે. તેમણે ૨૦૦૯ અને ૨૦૧૪માં વિદિશાથી લોકસભાની ચૂંટણી લડી હતી ૨૦૧૪માં તેઓએ કોંગ્રેસના લક્ષ્મણસિંહને ચાર લાખ કરતા પણ વધુ મતોથી મ્હાત આપી હતી.

૬૬ વર્ષિય સુષ્મા સ્વરાજે રાજકારણમાં પદાર્પણ ૧૯૭૭માં કર્યું હતુ ૧૯૭૭માં તેઓ પહેલી ચૂંટણી લડયા હતા ૪૧ વર્ષના રાજકીય યાત્રા પર હવે તેઓ પૂર્ણવિરામ મૂકી રહ્યા છે. ૧૯૭૭માં હરિયાણાની અંબાલા બેઠક પરથી તેઓએ ચૂંટણી જીતી હતી અને દેશના સૌથી યુવા વિધાનસભ્ય બન્યા હતા તે સમયે તેમની ઉમર ૨૫ વર્ષની હતી.

ઉલ્લેખનીય છે કે ૯૦ના દાયકામાં સુષ્મા સ્વરાજ રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા. સ્વ. અટલજી સરકારમાં તેમને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. ૧૯૯૮માં દિલ્હીના પહેલા મહિલા મુખ્ય પ્રદાન સુષ્મા બન્યા હતા જો, કે ત્યારબાદ દિલ્હી વિધાનસભાની ચૂંટણી ભાજપ હારી ગયું. પક્ષની હાર પછી તેમણે વિધાનસભ્ય પદ છોડી દીધી અને રાષ્ટ્રીય રાજકારણમાં પાછા ફર્યા હતા.

મહત્વનું છે કે ૬૬ વર્ષિય સુષ્મા સ્વરાજે કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે જેના કારણે તેઓ ને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહે છે. અને સ્વાસ્થ્યનીસાથે સાથે ડોકટરો પણ તેમને વધુ કામ કરવાની પરવાનગી આપતા નથી જેને કારણે તેમણ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી છે. સુષ્મા સ્વરાજે ૧૧ ચૂંટણી લડી છે. અને તેઓ છ અલગ અલગ રાજયોમાંથી ચૂંટણી લડી રાજકારણમા સક્રિય રહ્યા છે.

સુષ્મા સ્વરાજના આગામી લોકસભાની ચૂંટણી નહી લડવાના નિર્ણયને તેમના પતિ અને મિર્ઝોરમના પૂર્વ રાજયપાલ કૌશલ સ્વરાજે હર્ષભેર આવકાર્યો છે. અને કહ્યું છે કે એક સમય પર મિલ્ખાસિંહ પણ દોડમાંથી સન્યાસ લીધો હતો. આ મેરેથોનમાં સુષ્મા ૧૯૭૭થી દોડી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.