Abtak Media Google News

કેએસપીસી દ્વારા લનીંગ લેશન ફ્રીમ ટ્રાફિક મુવી વિષયે માર્ગદર્શન વાર્તાલાપ યોજાયો

કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ટાટા કેમીકલ્સ લી. ના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે નેશનલ ટ્રેનર એન્ડ સર્ટીફાય લીન મેનેજર ભરતભાઇ વાઘેલાનો લનીંગ લેશન ફ્રોમ ટ્રાફીક મુવી એ વિષયે માર્ગદશક વાર્તાલાપ એસીપી ટ્રાફીક જે.કે.ઝાલાના મુખ્ય મહેમાનપદે યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલની ટ્રેનીગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દિપકભાઇ સચદેએ કાર્યક્રમનાં વિષય તથા મુખ્ય મહેમાન અને વકતાનો પરિચય આપેલ હતો. કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવે, મંત્રી મનહરભાઇ મજીઠીયા તથા કાઉન્સીલની ગવનીંગ બોડીના સભ્ય દીલીપભાઇ ઠાકરના હસ્તે મુખ્ય મહેમાન જે.કે.ઝાલા તથા વકતા ભરતભાઇ વાઘેલાનું પુષ્ણગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરેલ હતો.

મુખ્ય મહેમાન જે.કે.ઝાલા એ પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ હતું કે અગત્યના માનવ અંગો ખાસ કરીને હ્રદયનું પ્રત્યારોપણ કરવા માટે તેને સમયસર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોચાડવું અત્યંત જરુરી છે. જો તેમાં એક પણ મીનીટનો વિલંબ આવે તો તે ઉપયોગી ન બની શકે. આ માટે ટ્રાફીકનું નિયમન અને ગ્રીન કોરીડોર ની સફળતા માટે ટ્રાફીક પોલીસ હર હંમેશ તૈયાર રહે છે. અને સફળતામાં ભાગીદાર બને છે. અડધો કલાક પહેલા પણ જો અમોને જાણ કરવામાં આવે તો પણ અમે માનવસેવા માટે પૂર્ણ તૈયાર અને તત્પર રહીએ છીએ.

કાર્યક્રમના મુખ્ય વકતા ભરતભાઇ વાઘેલાએ જણાવેલ હતું કે આજનો કાર્યક્રમ ૨૦૧૬ ની મુવી ટ્રાફીક પર આધારીત છે. મુંબઇ થી પુના માટે મોકલવાના મીશનમાં આવતી મુશ્કેલીઓ છતાં મીશન સફળ બને છે. આ મુવી પરથી આપણને ઘણું શીખવા મળે છે.

કાર્યક્રમમાં કાઉન્સીલના કોષાઘ્યક્ષ રામકુમાર બચ્છા, ગવનીંગ બોડીના સભ્યો, એન.એમ. ધારાણી, કીરીટભાઇ વોરા તથા અન્ય સભ્યોમાં આરટીઓ ઇન્સ્પેકટર જે.વી.શાહ, તથા એચડીએલ ગ્લોબલ (ઇન્ડીયા) પ્રા.લી. મારવાડી શેર્સ લાઇફ પાઠશાલાના અધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.