છેલ્લા દોઢ વર્ષથી હાઇકોર્ટના ૪૦% જજોની “ખાલી સીટને લઈ સુપ્રીમ ખફા !!!

સરકારની “અનિર્ણાયકતા” તારીખ…પે…તારીખ!!!

હાઇકોર્ટ દ્વારા જજની નિમણૂક માટે રજૂ કરાયેલી દરખાસ્ત મુદ્દે સરકારે લીધેલા પગલાઓ અંગે જવાબ રજૂ કરવા બે સપ્તાહનો સમય અપાયો

સુપ્રીમ કોર્ટે બુધવારે ઉચ્ચ અદાલતો દ્વારા મોકલાયેલા નામો પર પ્રક્રિયા કરવામાં વિલંબ બદલ અને સુપ્રીમની કોલેજિયમને હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે યોગ્ય લોકોની ભલામણ કરવામાં વિલંબ બદલ સરકારની નિંદા કરી હતી. કોર્ટે છેલ્લા દોઢ વર્ષથી હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે સુપ્રીમની કોલેજિયમ દ્વારા ભલામણ કરેલા નામો ઉપર સરકારે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી તે બાબતે સુપ્રીમ સરકારથી ખફા થઈ છે. સુપ્રીમની ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, કિશન કોલ અને સંજીવ ખન્નાની ખંડપીઠે નોંધ્યું હતું કે, દેશની ૨૫ હાઇકોર્ટમાં કુલ ૧૦૮૦ જજની સંખ્યાબળની જરૂરિયાત  છે જેમાંથી ૪૧૭ સીટ એટલે કે કુલ સીટના ૩૯% સીટ ખાલી હોવાનું સામે આવ્યું છે. ખંડપીઠે સરકાર ને પૂછ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક આપવા જે ૧૦૩ જજના નામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે  તે અંગે હજુ સુધી શા માટે કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી ?

ન્યાયાધીશ કૌલે ખાલી જગ્યાઓ દર્શાવતો ચાર્ટ તૈયાર કર્યો હતો અને વિલંબના કારણોનું અવલોકન પણ કર્યું હતું.  કોર્ટે એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલનને કહ્યું હતું કે, જ્યાં સુધી સરકાર સમયમર્યાદાની અંદર કાર્યવાહી નહીં કરે અને હાઇકોર્ટ દ્વારા મોકલાયેલી દરખાસ્તો પર કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી તેમને વિચારણા માટે સુપ્રીમની કોલેજિયમમાં નિમણૂક માટે યોગ્ય લોકોની ભલામણ પછી હાઇકોર્ટમાં ન્યાય વિતરણમાં વિલંબની સમસ્યા હલ થશે નહીં.

સુપ્રીમે જણાવ્યું હતું કે, કેન્દ્ર સુપ્રિમની કોલેજિયમ દ્વારા ભલામણ કરેલા નામો પર નિર્ભર છે, જેના કારણે લોકોના મનમાં અનિશ્ચિતતા પેદા થઈ હતી. જેમના નામ હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે મોકલવામાં આવ્યા હતા. ખંડપીઠે કહ્યું હતું કે, ન્યાયાધીશની નિમણૂક પ્રક્રિયાના દરેક ઘટકને પૂર્ણ કરવા માટે સમયમર્યાદા નક્કી કરવી વધુ સારું રહેશે. સુપ્રીમે બે અઠવાડિયામાં કેન્દ્રને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

Loading...