Abtak Media Google News

જંગલી પ્રાણીઓ, વન્ય વૃક્ષો, ઔષધીઓના સંરક્ષણ માટે ૬૬ હજાર કરોડનો ઉપયોગ લેવામાં આવશે

દેશના ગ્રીન કવર માટે સરકારે રૂ.૬૬ હજાર કરોડ છુટા કર્યા છે જેનો ઉપયોગ વન સંરક્ષણ માટે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવશે. જંગલની જમીન પર બિનખેતી ઉધોગ કરનારા સામે કાયદો ઘડવામાં આવ્યો હતો. છેલ્લા ૧૦ વર્ષમાં વન્ય જમીન પર ઉધોગ સ્થાપનારાઓ પાસેથી દંડ વસુલવામાં આવ્યા છે. જેમાંથી ૬૬ હજાર કરોડ રૂપિયાનો ઉપયોગ વન સંરક્ષણ માટે કરવામાં આવશે. જોકે આ અંગે બે વર્ષ પૂર્વે નિયમ બનાવવામાં આવ્યો હતો ત્યારે હવે તેની અમલવારી કરવામાં આવશે. કૃષિપ્રધાન દેશ ભારતમાં સિંચાઈની અગવળતાને લઈ કેટલાક ખેડુતો આત્મહત્યા કરી બેસે છે માટે લીલોતરી વધારવા અને પ્રકૃતિના રક્ષણ માટે સરકારે આટલો મોટો ભંડોળ છુટ્ટો કર્યો છે.રાજયોને આ ભંડોળમાંથી વાવેતર, વન્ય પુન:નિર્માણ, જંગલને આગથી બચાવવા, વનમાં જંતુનાશક દવાઓની છાંટણી, માટીની ગુણવતા અને વાઈલ્ડ લાઈફની આદતો તેમજ જંગલના પશુઓની સગવળતા સુધારવા માટે આ નાણાનો ઉપયોગ લેવામાં આવશે. બાકીના ૨૦ ટકાનો ઉપયોગ જંગલની મજબુતાઈ અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે કરવામાં આવશે.

આ લિસ્ટમાં ફોરેસ્ટ સર્ટીફીકેશન, ડેવલોપમેન્ટ અને જંગલ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી અપાવવાના કાર્યો છે. કુલ જમીનના ૮૦ ટકાનો ઉપયોગ જંગલ નિર્માણ માટે કરવામાં આવશે. આ નિર્ણયથી ભારતને ફરીથી લીલુછમ કરવામાં આવશે. જે જંગલ વિસ્તારના ઝાડ ફોરેસ્ટ ડાયવર્ઝનને કારણે ઓછા થયા છે. તેને સરભર કરવામાં આવશે. ફોરેસ્ટ ક્ધઝર્વેશન એકટ મુજબ લેજીસ્લેશનના માધ્યમથી ૨૦૧૬માં કમ્પેન્સેશનમાં એકઠા થયેલા ભંડોળનો ઉપયોગ કરવાની અરજી સ્વીકારવામાં આવી હતી. જે અંતર્ગત માર્ચ ૩૧ સુધીમાં કુલ રૂ.૮૦,૭૧૬ કરોડમાંથી ૧૪,૪૧૮ કરોડ વન સંરક્ષણ માટે ઉપયોગમાં લેવાયા હતા માટે હવે બાકીના રૂ.૬૬ કરોડને સરકારે વનસંરક્ષણ માટે છુટ્ટા કર્યા છે.

જંગલની જમીન પર ઉધોગ, માળખાગત સુવિધા ખડકનારાઓ પાસેથી વસુલાયા દંડમાં રૂ.૯૭૨૫ કરોડ સાથે ઓડિશા પ્રથમ રહ્યું તો ત્યારબાદ છતીસગઢ અને મધ્ય પ્રદેશ રહ્યું હતું. શુક્રવારે યુટીલાઈઝેશનનો નિયમ લાગુ થતા ૬૬ હજાર કરોડની કામગીરી ગ્રીન કવર માટે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.