Abtak Media Google News

ફૂટબોલની જેમ હવે IPL માં પણ એક ખેલાડી હવે બીજી ટીમ વતી રમી શકશે

ફૂટબોલના તર્જ પર હવે ઈંઙકમાં પણ ખેલાડીઓ સીઝનની વચ્ચેથી ટીમ બદલી શકશે. આને મિડ સીઝન ટ્રાન્સફર કહેવામાં આવે છે જે ફૂટબોલમાં સામાન્ય બાબત છે પણ ક્રિકેટમાં આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે. IPl૧૧માં ખેલાડીઓ માટે મિડ ટ્રાન્સફર વિન્ડો ખુલી ગઈ છે. ૨૯ એપ્રિલથી શરુ થયેલી આ પ્રક્રિયા ૧૦ મે સુધી ચાલશે.

આ દરમિયાન કેપ્ડ અને અનકેપ્ડ બંને પ્રકારના ખેલાડીઓ એક ટીમમાંથી બીજી ટીમમાં ટ્રાન્સફર લઈ શકે છે. જોકે, અહીં એવા જ કેપ્ડ પ્લેયરનું ટ્રાન્સફર થઈ શકશે જેણે બે અથવા તેનાથી ઓછી મેચ રમી હોય. આ રીતે જોતા જે ખેલાડીઓના ટ્રાન્સફર થઈ શકે છે તેમાં મુખ્ય ખેલાડીઓ મોઈન અલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર), જેપી ડ્યુમિની (મુંબઈ ઈન્ડિયન્સ), એલેક્સ હેલ્સ (સનરાઈઝર્સ હૈદરાબાદ), ઈશ સોઢી (રાજસ્થાન રોયલ્સ) અને સંદીપ લાછિમાને (દિલ્હી ડેરડેવિલ્સ)ના નામ શામે છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને કોચ મહેલા જયવર્ધનેએ આ સિસ્ટમની પ્રશંસા કરી છે. IPLના આયોજકોએ આ આઈડિયા પોપ્યુલર ફૂટબોલ લીગ IPL અને લા લિગામાંથી લીધો છે.

ત્યાં સીઝનની અધવચ્ચે ટીમ બદલી શકાય છે. ઈંઙકમાં આ પ્રક્રિયામાં ભાગ લેનારા ખેલાડીઓએ કેટલીક કાયદાકીય અને દસ્તાવેજી શરતો પૂરી કરવી પડશે.  IPLમાં દરેક ટીમ પાસે વધુમાં વધુ ૨૫ ખેલાડી છે, પણ જોવા મળ્યું છે કે, ટીમો અત્યાર સુધી ૧૮-૨૦ ખેલાડીઓને જ તક આપી શકી છે. ઘણા એવા મોટા ગજાના ખેલાડીઓ છે જેઓ માત્ર બેન્ચ પર બેસીને આખી સીઝન પસાર કરી દે છે. મિડ સીઝન ટ્રાન્સફરની વાત સૌ પ્રથમ વખત ૨૦૧૬માં થઈ હતી જ્યારે ડેલ સ્ટેઈનને ગુજરાત લાયન્સ તરફથી રમતા મોટાભાગની સીઝન બેન્ચ પર જ ગુજારવી પડી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.