હાઈકોર્ટના ઈતિહાસમાં સૌપ્રથમ વખત હિયરીંગનું લાઈવ પ્રસારણ

હાઈકોર્ટ જસ્ટીસની અધ્યક્ષતા સાથેની ડિવિઝન બેંચમાં થતી સુનાવણી યુ-ટયુબ પર જોઈ શકાશે

કોરોના મહામારીના કારણે કોર્ટ કાર્યવાહી સહિત અનેકવિધ સિસ્ટમ ખોરવાઈ છે ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં સૌપ્રથમ વખત હિયરીંગનું લાઈવ પ્રસારણ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાઈકોર્ટમાં ચાલતી સુનાવણીના લાઈવ પ્રસારણ અંગે થયેલી માંગ અંગે સુપ્રીમ કોર્ટના આવા એક નિર્ણયનો ઉલ્લેખ કરી જનતાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી જોવા માટે મંજુરી આપવી જોઈએ તેવી નિરમા વિશ્ર્વ વિદ્યાલયનાં લોના વિદ્યાર્થી પૃથ્વીરાજસિંહ ઝાલા દ્વારા માંગ કરવામાં આવી હતી જેઓની માંગને સ્વીકારી હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચમાં થતી કાર્યવાહીને યુ-ટયુબના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવાની મંજુરી આપવામાં આવી છે. જે ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં સૌપ્રથમ ઘટના બની રહેશે.