Abtak Media Google News

માંડવી તાલુકાના ગામે ગામથી ખેડૂતો-હરિભક્તોએ ૫૫૦ કિલોથી વધુ જાંબુન ભગવાનને ધરાવ્યા; બાળ ઘનશ્યામ મહારાજની જાંબુન લીલાના દર્શનથી ભક્તો ભાવુક

કચ્છના માંડવી વધ્યે ભગવાન સ્વામીનારાયણ મંદિરે તાજેતરમાં પવિત્ર એકાદશીએ ‘જાંબુન લીલા’ ઉત્સવ ઉજવાયો હતો. જેમાં માંડવી તાલુકાના ગામડે-ગામડેથી ખેડૂતો-હરિભક્તોએ ૫૫૦ કિલોથી વધુ જાંબુન ભગવાનને ધરાવી બાળ ઘનશ્યામ મહારાજની જાંબુન લીલાના ભવ્ય દર્શન કર્યા હતા.

અત્યાર સુધી  અનેક લીલીઓ સ્વામિનારાયણ સંપ્રદાય ના મંદિરોમા ઉજવામાં આવે છે. તાજેતરમાં યોગની એકાદશી નિમિતે સ્વામિનારાયણ સંપ્રદાય મા પ્રથમ વખત જાંબુન હરિ લીલા નું આયોજન માંડવી સ્વામિનારાયણ મંદિરે મધ્યે કરવામાં આવેલ હતું માંડવી તાલુકાના ગામડે ગામડેથી ખેડૂતો અને હરિભકતો પોત પોતાની વાડીઓ માંથી અંદાજીત ૫૫૦ કિલોથી પણ વધારે જાંબુન ભગવાન માટે લઈ આવી વહેલી સવારે  સરકારની ગાઇડલાઇન મુજબ દર્શન કર્યા હતા. ભકતોનો આ ભાવ જોઈને મંદિરના મહંત સ્વામી  દેવપ્રકાસદાસજીએ  મંદિરના અન્ય સંતો તથા ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, સદગુરુ સ્વામી પ્રેમપ્રકાસદાસજી પાર્ષદ જાદવજી ભગત, માંડવી મંદિરના વડીલ સંત સ્વામી  પ્રભુચરણદાસજીના વિચારોને પ્રેરણાક્ષુત્ર બનાવી ઠાકોરજીએ જે બાળ લીલાઓ સખાઓ સાથે છપૈયા મધ્યે કરી હતી તે પૈકી જાંબુન લીલા પ્રથમ વખત  આપણે ઉત્સવ તરીકે ઉજવીએ તો, આ નિર્ણયને તમામ સંતોએ વધાવી લેતા જુદી જુદી વાડીઓ માંથી આવેલ ૫૫૦ કિલો થી વધારે જાંબુનને મંદિરમાં બિરાજમાન  દેવો પાસે પધરાવીને કરવામાં આવી હતી.

આ અલૌકિક દર્શનનો લાભ લેવા માંડવી તેમજ આજુબાજુ વાડી વિસ્તાર તેમજ ગામડાના લોકોએ સરકારની તમામ ગાઈડ લાઈનને નજર સમક્ષ રાખી દર્શન કરતા નજરે પડ્યા હતા.  જયારે દેશ-વિદેશના હરિભકતોએ ઓનલાઇન લાઈવ દર્શનનો લાભ લીધો હતો. આ લીલાને આબેહૂબ બનાવવામાં  મંદિરના અન્ય સંતોમાં સ.દ ગુરુ સ્વામી અક્ષરવલ્લભદાસજી, સ.દ ગુરુ સ્વામી જ્ઞાનપ્રકસદાસજી, સ્વામી નારાયણવલ્લભદાસજી, કોઠારી સ્વામીઓ મા  હરિપ્રસાદદાસજી, સ્વામી હરિકૃષ્ણદાસજી, સ્વામી દેવજીવનદાસજી, સ્વામી પ્રભુસ્વરુપદાસજી  વિગેરે સંતો તથા હરિભકતોએ સહયોગ આપ્યો હતો.

જયારે આ હરિ લીલાના યજમાન પદે  માંડવી બાઈયું મંદિરના ઉપ મહંત સા.યો. કાનબાઈ પરમભકત લાલજીભાઈ માવજી પિડોંરીયા, મંજુલાબેન વિગેરે પરિવારજનોએ આ  અનેરો લીલા ઉત્સવ ઉજવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.