Abtak Media Google News

ફુડ પેકિંગ માટે વપરાતા જોખમી કેમીકલનો ઉપયોગ ટાળવાની સલાહ

ફુડ પેકેજીંગમાં હાનિકારક કેમિકલનો ઉપયોગ અટકાવવા માટે આઈટીસી, એચયુએલ, પેપ્સીકો અને નેસ્લે જેવી ફુડ કંપનીઓએ ટુંક સમયમાં જ સુરક્ષાના ભાગરૂપે પ્રિન્ટીંગ અને પેકીંગના નિયમો બદલવા પડશે. બ્યુરો ઈન્ડિયન સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમાણે ફુડ પેકીંગ માટે વપરાતી શાહી હાનિકારક કેમિકલથી બનાવવામાં આવે છે.

જેમાં ટોલુએન કેમિકલનો પણ ઉપયોગ થાય છે. જેના પર પ્રતિબંધ લાદવામાં આવશે. ટોલુએનનો ઉપયોગ પેઈન્ટના થીનર માટે કરવામાં આવે છે. જે લીવર અને કિડની માટે ખુબ જ જોખમી છે.

ઘણા દેશોમાં ફુડ ઈન્ડસ્ટ્રી માટે આ કેમિકલને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે. ઈન્ડિયન આર્મ સિગ્વર્કના સીઈઓએ જણાવ્યું હતું કે ભારતની ૮૦ ટકા એફએમસીજી કંપનીઓ પેકિંગ માટે ટોલુએનનો ઉપયોગ કરે છે ત્યારે નેસ્લે ઈન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે, એક જવાબદાર નાગરીક તરીકે અમે હંમેશા નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરીએ છીએ અને ખોરાકના સંપર્કમાં આવતા પેકિંગના ટોલુએનનો ઉપયોગ થતો નથી. કંપનીએ આ વર્ષથી જ ટોલુએનનો ઉપયોગ ટાળવાના પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે હિન્દુસ્તાન યુનિલિવરના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે પ્રોડકટની વૈશ્ર્વિક અને લોકલ જ‚રીયાત મુજબ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને જ પેકિંગ કરીએ છીએ.જોકે આઈટીસી અને પેપ્સીકોએ હજુ કોઈ જવાબ આપ્યા નથી.

નિષ્ણાંતોના મતે જો નવો નિયમોની અમલવારી કરવામાં આવે તો એફએમસીજી કંપનીઓએ ટોલુએન ફ્રી શાહીનો ઉપયોગ પેકિંગ માટે કરવાનો રહેશે. જોકે સ્વીસ ફુડ કંપની નેસ્લે આવી કરી ચુકી છે. પેકિજીંગ સપ્લાયર્સ માટે કોઈ મોટુ રોકાણ કરવાની આવશ્યકતા નથી જે હાલ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તેની વગર પણ પેકેજીંગ થઈ શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.