સિધ્ધિ વિનાયક ધામમાં રોશનીનો ઝગમગાટ: આજે અંતિમ દિવસ

સિવિલ હોસ્પિટલનાં દર્દીઓનાં લાભાર્થે આજે સાંજે ૬ થી રાત્રીનાં ૧૦ વાગ્યા સુધી રકતદાન કેમ્પ: વિવિધ સમાજના અગ્રણીઓ દુંદાળાદેવની આરતીનો લાભ લેશે

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સિધ્ધિ વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત રોજેરોજ વિવિધ સમાજના આગેવાનો, સામાજીક તથા શૈક્ષણીક સંસ્થાના આગેવાનો, સંતો મહંતો, પ્રેસ મીડીયાના અગ્રણીઓ, વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતાએ સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહારાજના પૂજન અર્ચન, દર્શન , મહાઆરતી, પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. ત્યારે શહેર ભાજપ આયોજીત આ ગણપતિ ઉત્સવમાં સિધ્ધિ વિનાયક ધામ ખાતે બેનમુન લાઈટીંગ અને ડેકોરેશનથી ઓપતો આ ગણપતિ મંગલ મહોત્સવનો રાત્રે કઈક અલગ જ નયનરમ્ય નજારો હોય છે.

શનીવારે સિધ્ધિ વિનાયક ધામ ખાતે કોળી સમાજ, વ્હોરા સમાજ, પ્રજાપતી સમાજ, સોરઠીયા રજપુત સમાજ, મોચી સમાજ, ગઢવી સમાજ, સીધી સમાજ, મહારાષ્ટ્રીય સમાજ, કંસારા સમાજ, મુસ્લીમ સમાજ, ડોકટર સેલ, એડવોકેટ સી.એ. ટેલીફોન એશો. યુનિ.ના અગ્રણીઓ તેમજ વોર્ડ નં.૧૫,૧૬,૧૭ અને ૧૮ના ભાજપ અગ્રણીઓ મહાઆરતીનો લાભ લેશે. તેમજ સિધ્ધિ વિનાયક ધામ ખાતે આજે સાંજે ૬ થી ૧૦ સીવીલ હોસ્પિટલના ગરીબ દર્દીઓના લાભાર્થે રકતદાન એ જ મહાદાન ને ચરીતાર્થ કરતા રકતદાન કેમ્પ યોજાશે તેમજ સાંજે ૭.૩૦ કલાકે વિવિધ સ્પર્ધાઓનાં વિજેતાઓને શહેર ભાજપ અગ્રણીઓ દ્વારા ઈનામવિતરણ તથા આ ગણપતિ મંગલ મહોત્સવમાં નિર્ણાયકો તથા સહયોગી સંસ્થાઓનાં સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. ત્યારે સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિદાદાના સાનિધ્યમાં આ સાંસ્કૃતિક તથા સેવાકીય કાર્યક્રમોનો લાભ લેવા શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણીએ શહેરીજનોને જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

આ મંગલ મહોત્સવમાં વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું એક પારિવારીક માહોલમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા ઘણા વર્ષોથી આ ગણપતિ મહોત્સવમાં શહેરીજનો બહોળા પ્રમાણમાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે સિધ્ધિ વિનાયક ધામએ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, સ્ટેન્ડીંગ ચેરમેનઉદય કાનગડ, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, રક્ષાબેન બોળીયા સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો.

તે અંતર્ગત નવમા દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ બાપાના દર્શનનો લાભ લેવા ભકિતભાવપૂર્ણતાથી હાજર રહેલ ત્યારે સિધ્ધિ વિનાયક ધામ ખાતે આજે કડીયા સમાજના રવજીભાઈ મકવાણા, રમેશભાઈ ગરનારા, બાલુભાઈ ભાલીયા, વજુભાઈ માળવી, ધીરજભાઈ ચૌહાણ, કેતનભાઈ કાચા, રાજુભાઈ સાવરીયા, જગુભાઈ રાઠોડ, પાર્થભાઈ જાવીયા, સવજીભાઈ રાઠોડ, શીવલાલભાઈ બારસીયા, વી.પી. વૈશ્ર્નવ, ગૌતમભાઈ ધમસાણીયા, કિશોરભાઈ ‚પાપરા, દેવેન્દ્રભાઈ પતાણી, નૌતમભાઈ બારસીયા, પાર્થભાઈ ગણાત્રા, પતંજલીના રાજય પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ, યોગ સમિતિના નટુભાઈ ચૌહાણ, કિસાન સેવા સમિતિના પ્રભુદાસ મણવર, મુકતાબેન મણવર, જયોતીન્દ્રભાઈ પરમાર, ગોરધનભાઈ પેથાણી, કિશોરભાઈ પઢીયાર, નલીનીબેન માઉ, નીતીનભાઈ કેસરીયા, પદમાબેન રાચ્છ, નિશાબેન ઠુંમર, પ્રફુલભાઈ કાથરોટીયા દિવ્યરાજસિંહ ગોહિલ, રાજુભાઈ બોરચા, જયાબેન ડાંગર, હરીભાઈ ડાંગર, યોગેશ ભુવા, નીતીન રામાણી, વિમલભાઈ ડાંગર, પરેશભાઈ દાવડા, ધીરૂભાઈ તળાવીયા ભરતભાઈ બોરીચા, શૈલેશ ડાંગર,રમેશ બાલસરા, આશીષભાઈ સરપદડીયા, ભરતભાઈ ઘોડાસરા, ચીમનભાઈ પડીયા, જય બોરીચા, હાર્દિકભાઈ ટાંક, વિશાલભાઈ પરમાર, ઉપાધ્યાય સાહેબ અને વોર્ડ નં. ૧૪ના નિલેશ જલુ કેતન પટેલ, જયોત્સનાબેન હળવદીયા, અનીષ જોષી, વિપુલ ખામેલા, અર્જુનભાઈ ભરતભાઈ સોલંકી, કિશોર પરમાર, રાજુભા, ટાંક, મુકેશભાઈ મહેતા, વર્ષાબેન રાણપરા, હિરલબેન રાણપરા, જયોતીબેન મહેતા, કૌશલ ધામી, અતુલ ધામી, રંજનબેન ડાભી, સરલાબેન રાઠોડ અંજુબેન વાઘેલા મહેશ પરમાર, ગીરીશ પોપટ દર્શ શાહ, હર્ષ જોષી, નિસર્ગ મહેતા, જયેશભાઈ બુસા, ભાજપ અગ્રણીઓએ મહાઆરતીનો લાભ લીધો હતો.

બાળકો માટે ઓપન રાજકોટ વન મીનીટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં સામાન્ય બાળકોની સાથે દિવ્યાંગ બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં એક મીનીટની અંદર ચોકહી મીડુ, દોડીને પગમાં મોજા પહેરાવવાના, રાઉન્ડમાં એક બીજાને ટોપી પહેરાવવા સહિતની રોચક રમતો યોજાઈ હતી. જેમાં પ્રથમ ક્રમાંકે તસ્મય વ્યાસ, દ્વિતિય હર્ષવી અખેડીયા, તૃતીય ક્રમાંકે અભીષેક છાંટબાર તેમજ પ્રોત્સાહન ઈનામમાં નિયતી સાગઠીયા અને નેહા રાઠોડને નંબર આપવામાં આવ્યોહતો.

સિધ્ધિ વિનાયક ધામ ખાતે અને ગુણવંત ચુડાસમા તથા સાથી કલાકારોનો હાસ્યરસથી સભર ભવ્ય હસાયરો યોજવામાં આવેલ. આ કાર્યક્રમ દર્શનાર્થીઓને હાસ્યરસમાં તરબતર કરનાર અનોખો હાસ્યોત્સવ સમાન બન્યો હતો. આ કાર્યક્રમને શહેરીજનોએ મોડીરાત સુધી સુધી હજારો દર્શનાર્થીઓએ પરિવાર સાથે માણ્યો હતો.

Loading...